SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચલો દિલ્લી પહેલી જ માગણી એક લાખ રૂપિયાની આવી. થોડીક મિનિટમાં આંકડે આભે અડ્યો. લાખ, દોઢ લાખ, ત્રણ લાખ, ચાર લાખ, સવા ચાર લાખ, પાંચ-છ-સાત લાખ ! પહેલી માગણી કરનાર એક પંજાબી નવજુવાન હતા. આંકડે જ્યારે સવા ચાર લાખે પહે, ત્યારે આ નવજુવાને ગર્જના કરીને પાંચ લાખ બોલાવ્યા; પણ આંકડો વધતાં વધતાં સાત લાખે આવ્યો ત્યારે આ નવજવાનની મુખમુદ્રા ઉપર વ્યગ્રતા અને મૂંઝવણની રેખાઓ અંકિત થઈ ગઈ. એના આત્મામાં કોઈ કારમી ગડમથલ ચાલતી હતી. હાર વેચાઈ જવાની તૈયારીમાં હતું તેવામાં એ કૂદીને મંચ ઉપર ચડી ગયો : “આ હારને માટે, તે બોલી ઉઠ, “હું મારું સર્વસ્વ આપી દઉ છું. મારી બધી યે મિલકત, પાઈએ પાઈ !” ભાવનાથી ધ્રુજી રહેલ આ જવાંમર્દને સુભાષબાબુએ બાથમાં લઈ લીધે. “બસ બસ !” તેમણે કહ્યું. “આ હાર તારે થઈ ચૂક્યો. આપણી ફરજ જે અમર કીતિને વરવાની છે તેને ખરે જશ તારા જેવા વતનપરસ્ત જુવાનને છે.” પણ નવજવાન તે અત્યારે કશું જ સાંભળતો નહોતે. એ તે હાર પકડી ઉમે હતા, અને વારે વારે તેને પોતાની માંખો અને હૃદયસર ચાંયા કરતે હ. આખરે એ બોલી ઊઠો : “આજે હું માયાના બંધમાંથી મુક્ત થયો. મને ફેજમાં લઈ લે ! મા-ભોમની મુક્તિના યજ્ઞમાં મારે મારું જીવન સમર્પવું છે.” સુસ્ત ધનિક સમાજના એક તરુણને આ કેવો ચમત્કારિક હદયપલટે ! નેતાએ એને કોઈ અજબ પ્રેરણા પાઈ દીધી હતી! પેલે પુષ્પહાર, એ તે આજે કરમાઈ પણ ગયો હશે, ખુને બદલે મોતની સુવાસે આજે તેને કબજે લઈ લીધો હશે ! અને આવતી કાલે કદાચ એ નવજુવાનની પિતાની ગતિ પણ એ હારના જેવી જ થશે. પણ એ વખતે એ કેટલે ઉમંગમાં હતા. આનંદના કેવા એઘ એના અંતરમાં ઊછળતા હતા! હારને છાતી સરસે ચાંપીને એ નીચે ઊતરી ગયો ત્યારે એની આંખમાં કેદ ઓર જ ચમક હતી. મને મેની લશ્કરી ઇસ્પિતાલમાં સેવિકા તરીકે ગોઠવવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy