SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભભૂકતી વાળા નાખવામાં આવ્યાં હતાં. અને એ ભયંકર માનવીઓ રાજમાર્ગો ઉપર નિરકુશપણે ઉપદ્રવ મચાવતા હતા. આ પરાક્રમ હતું સ્વર્ગમાંથી સીધી ઊતરી આવેલી કરશાહીનું ! રંગૂન ભડકે બળતું હતું–કાના પાપે, કાને વાંકેકેણ જાણે? ઘણીયે આગે તે રેઢી મુકાયેલી જેલે ઉધાડી બહાર નીકળી આવેલા ગુનેગારોએ સળગાવી હતી. સૂનાં ઘરોની સંપત્તિ લુંટી, પછી એમને સળગાવીને એ ચાલી નીકળેલા કે જેથી પિતાના અપરાધની ચાડી ખાવા માટે કશું બાકી જ ન રહે ! તુરંગના આ કાતિલ પંખેઓને અને પાગલેને સરકાર નાસતાં નાસતાં શા માટે આમ રેઢાં મુકી ગઈ હતી તે મારી સમજમાં તે નથી આવતું. પણ આ ઘટના ફક્ત એક રંગૂનમાં જ બની છે એવું કે નથી. આખા યે બ્રહ્મદેશમાં બ્રિટિશ રાજ્યકર્તાઓ આ જ રીતે વર્યા. એમને એક પિતાની સલામતીની જ પડી હતી. આપ મને પિછે ડૂબ ગઈ દુનિયા-પણ અહીં તે દુનિયાને ડૂબાડીને એમને જીવતાં રહેવું હતું! અને ગુનેગારોને હાથે અમારી કશી વલે થઈ છે. તે દિવસે હું સાચે બ્રિટિશ-શત્રુ બની ગયું. તે દિવસે મને ભાન આવ્યું કે મારી વફાદારી મેં કઠેકાણે વાવી છે. તે દિવસે મને લાગ્યું કે ગુલામી પણ બ્રિટિશરોની સારી નથી ! અમે એમની ખિદમત કરી હતી. એમને પડખે ઊભા રહ્યા હતા. એમને માટે લેહી રેડી રહ્યા હતા. અને એ બધા માટે અમને સિરપાવ શ મળે? ગુનેગારે મને પાગલની અમાનુષી નિયતા ઉપર અમને છોડીને એ લેકેએ ચાલતી પકડી... “ અને ૮મીની સવારે જાપાની સૈન્ય શહેરમાં દાખલ થયું તે પહેલાં તે રંગૂન ઉપર ધીખતી ધરા'ની નીતિને અમલ થઈ ચૂક્યો હતે. ૭મીએ બરાબર ત્રણ વાગ્યે સિરીઅન અને હનીના તેલના કુવાઓને અંગ્રેજોએ ભાગ લગાવી દીધી હતી, ઇલેકટ્રિક પાવર હાઉસને તેડી પાડવામાં આવ્યું હતું અને અનાજના ગોદામને બાળીને ખાક કરવામાં આવ્યા હતા. અગ્નિની જ્વાળામાં ભસ્મીભૂત થયેલ એ બધાં કારખાનાં અને મકાનમાંથી ઊઠત ઘાટે ધુમાડેશહેરના રસ્તાઓ ઉપર તે જોળે દહાડે પણ રાત્રીના અંધકાર પાથરી રહ્યો હતો. વિજળીના દીવા બંધ પડી ગયા હતા. અજવાળું કયાંય પણ હોય તો તે આગમાં સળગતી ઈમારતમાં ! બીજા અઠવાડિયાના મેટા ભાગ સુધી આ ભાગો અખંડ ધીકતી રહી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy