________________
જય હિન્દ ભેગા કર્યા. એમાંથી સૌથી વધુ બુદ્ધિમાન લાગ્યા તેમને વીણીવીણીને ઉપાડયા અને લેરીઓમાં તેમને ખડકીને રવાના થઈ ગયા ! એ છોકરાઓનું શું થયું એ જાણવા માટે શ્રી. આર. એકએક જાપાની કચેરી ખૂદી વળ્યા. જાપાની લશ્કરના આ કૃત્યને સંધની કારોબારીએ વિરોધ કર્યો છે, પણ દરેક જાપાની અમલદારને જવાબ એક જ છે. અમે કશું નથી જાણતા. શ્રી. આર. તે ધમકી પણ આપી ચૂક્યા છે કે આવું ફરીવાર નહિ બને એની ખોળાધરી જાપાનીઓ ન આપે, અને જે પેલા ખવાયેલા જુવાન સ્વરાજસભાને પાછા સહીસલામત સુપ્રત ન થાય, તે હું આખી સંસ્થા જ બંધ કરીશ.
શ્રી. આર ને મિત્રોએ ચેતવણી પણ આપી છે કે જાપાનીઓ વિરુદ્ધની તમારી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તે તમે પોતે જ ક્યાંક ઊપડી જશે ! પણ એ બહાદુર આદમી પાસે એક જ જવાબ છેઃ “બહુ બહુ તે એ મને મારી નાખશે. એમને કોશિશ તો કરવા દે.”
નવેમ્બર ૧૫, ૧૦૧ સ્વરાજ સભાવાળા બનાવથી આખી હિંદી જનતામાં સનસનાટી ફેલાઈ ગઈ છે. જાપલાઓએ કબૂલ કર્યું છે કે છોકરાઓને એમના લશ્કરવાળાઓ જ
ચકી ગયેલા. એક સબમરીનમાં બંધ કરીને એમને હિંદ ભેગા કરી દેવામાં આવ્યા છે. ત્યાં તેઓ જાપલાઓના લશ્કરને માટે જાસુસીનું કામ કરશે !
શ્રી. આરે. આ આપખુદી સામે જાહેર રીતે વિરોધ પુકાર્યો છે. “મારી સંસ્થા જાપાનીઓને જાસૂસ-પૂરા પાડવા માટે હું નથી ચલાવતો.” તેમણે કિકાનને રોકડું પરખાવ્યું છે. કોઈપણ હિંદીને એની પિતાની મરજી વિરુદ્ધ જાપાની લશ્કર માટે ઉપયોગમાં ન લઈ શકાય. કારોબારી આ બાબત દોરવણી આપશે ત્યાં લગી હું એ એક હિંદીને સલાહ આપીશ કે જપાની લકરથી અળગા રહે ”
બેંગકોક પરિષદની માગણને શ્રી. આર. જાપાન સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ માગ્યા છે. જાપાનને હિંદમાં કઈ પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓ નથી એવી ગેળ ગોળ વાતેથી કશું યે સધાતું નથી. એક રાષ્ટ્ર તરીકે અમારું સન્માન સચવાવું જોઈએ અને હિંદની કામચલાઉ સરકાર સ્થાપવાની છૂટ મળવી જોઈએ. કિકાનની દખલગીરી સદંતર નાબૂદ થવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com