SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભભૂકતી જવાળા આઝાદ હિંદ આઝાદી માટે લડીને સમજવાનું છે. આઝાદ હિંદ-જ્યાં આપણું ભાવિનું વિધાન આપણું જ હાથમાં હશે, કાઈનાયે દખલગીરી વગર, ન્યાય, સમાનતા અને ભ્રાતૃભાવના સનાતન સિદ્ધાંત ઉપર આઝાદ હિંદની નતન સમાજરચનાનું ચણતર ચણશે.” બંગાળને સિંહ બલિનમાંથી ગમ્યું. હું તે પુલકિત થઈ ઊઠી. એની પાસે હથોટી છે, વસ્તુઓને સાદી અને સરળ રીતે રજૂ કરવાની, અંતરના તારને રણઝણાવી મૂકે એવા સવાલે આંખો સામે ખડા કરવાની ! એમને પ્રત્યક્ષ સાંભળવાનું કેટલું બધું મન થાય છે. કેણ જાણે એ ઈચ્છા કયારે બર આવશે . પણ કદાચ એ દિવસ ઝાઝો દૂર ન પણ હેય. મે ૧૦, ૧૯૧ હિંદી રવાતંત્ર્ય સંઘ વતી, આગેવાનોની સાથે સાથે હું પણું બધે કરે છે. અમે સભ્યો નોધીએ છીએ અને સંધની જરૂરીઆત શી છે તે સમજાવીએ છીએ. સભ્યોની સંખ્યા પંચાણું હઝારે પહોંચી છે. પેનાંગ, પરાક, કેડાહ, સેલાગાર, નેગ્રીસેલિબલાન, માલાકા અને જેહેર એ બધામાં શાખાઓ સ્થાપી અને ૨૨ જેટલી ઉપશાખાઓ પણ સ્થપાઈ. સેલારે તે મોટામાં મોટી રાહત છાવણું ઉઘાડી છે–ગીઓ અને દરિદ્રનારાયણની સેવા અર્થે. પરાકમાં, સુગઈ માનિક સ્કીમની જમીન ઉપર, હિંદી વસાહત સ્થાપવા માટે મસલત શરૂ થઈ ગઈ છે. પી. મારા અંતરને પૂરેપૂરા પિછાણે છે. એમની અને માદરે વતનની બંનેની આઝાદી હાંસલ થાય એવા જ કોઈ કાર્યમાં ગૂંથાઈ રહેવાની મારા મનની તાલાવેલીને એ સારી રીતે સમજે છે એ પણ કેટલી આનંદની વાત છે. પરદાને યુગ પૂરે થયે-આત્મા આઝાદીને અનુભવ કરી રહ્યો છે. બે મહત્વની ઘટનાઓ બની ગઈ ૨હ્મી એપ્રિલે લાશિયો જાપાનીઓના હાથમાં ગયું. બ્રહ્મદેશ-માર્ગ બંધ થયા. ૧લી મેએ માંડલે પયું. મનહર માંડલે ! તારા તે ભુકા જ બોલી ગયા હશે ! રણચંડીનાં ખપ્પરમાં એશિયાનું આ એક બીજું સાંદર્યધામ ભરખાઈ ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy