________________
ભકતી જ્વાળા
શકિત ૬, ૧૦૧ અખિલ મલાયા પરિષદ ત્રણ દિવસ ચાલી-૨૨, ૨૩ અને ૨૫. જુદી જુદ શાખાઓના વહીવટને એક સૂત્રે સાધવા એના ઉપર એક મધ્યસ્થ સમિતિ અસ્તિત્વમાં આવી છે. જાહેર તંદુરસ્તી, સામાજિક હિત, વૈદકીય સારવાર અને રાજકારણ સંજન....એ બધું થશે. પિતાપિતાના પ્રદેશમાં. એક એક હિંદીને સ્વાતંત્ર્ય સંઘને માટે કાંઈને કાંઈ કામ કરતા કરી દે એ દરેક શાખાનું લક્ષ રહેશે.
શ્રી. આર. સાથે લાંબે વખત ગુફતેગો કરી. માણસ ઘણે સરસ અને સા. એ કહેઃ
યુદ્ધમાં મારા ઉપર જીત મેળવી એસ્યા માત્રથી કોઈને મારા મન ઉપર હકુમત જમાવવાનો પરવાને નથી મળતો. મારા શરીરને એ ભલે બંધનમાં રાખે, પણ મારા મન ઉપર રાજ્ય કરવાની એ કોશિશ કરે તે એ ફાવે જ નહિ. મારે નિર્ણયે, મારી વિવેકબુદ્ધિ, મારી સંકલ્પશક્તિ, મારી પસંદગીઓ, મારા પૂર્વગ્રહ-એ બધી મારી જ સલ્તનત છે. સ્ત્ર કે પશુબળથી પ્રાપ્ત કરેલ વિજયનું એના ઉપર કોઈ પ્રકારનું આધિપત્ય હેય જ નહિ. ભૌતિક વિજય મારા ઉપર બૌદ્ધિક ગુલામી લાદવા માગે છે એને શરણે થવા કરતાં મરવું હું વધારે પસંદ કરું.” * સાચી વાત છે. હું એની સાથે સાથે સે ટકા મળતી થાઉં છું. મેં એને કહ્યુંઃ ઓછામાં ઓછા બે અનુયાયીઓ તમને મળ્યા જ સમજો. એક પી, અને બીજી હું.
૨૦મી એપ્રિલે નાગ યુગનાં તેલક્ષેત્રે જાપાનના હાથમાં ગયાં. છ મહિનામાં એ રીતસર કામ કરતાં થઈ જશે એમ જાપાનીઓ કહે છે.
બલિને રેડિયે ઉપર શ્રી. સુભાષ બેઝને સાંભળ્યા. સિંગાપુરમાં એકેએક માનવીએ સાંભળ્યા. હું તે “શોર્ટ ટ્રેન્ડનોટબુક લઈને જ બેઠી હતી. આ નોંધપેથીમાં હું એમના કેટલાંક વચનને આબાદ ઉતારી લઈશ. એ વચનને, લાઇલિપિમાં, હું રવિ પાસે બેઠી બેઠી ઉતારી રહી હતી, ત્યારે એમનાં અદ્ભુત વકતૃવથાં હું દિંગ જ થઈ ગઈ હતી. એ અહીં આવે તે અમારા સૌ માટે સોનાને સરજ ઉગ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com