SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઓસરતાં પૂર “આ સંગ્રામમાંથી આપણે કયા કયા બોધપાઠ તારા ? પહેલું તે આપણને પ્રારંભિક અગ્નિદીક્ષા મળી ગઈ. મેદાને-જંગ ઉપર જેમણે પહેલી જ વાર પગ મૂકયો હતે એવા નાગરિક સૈનિકોની એક ટુકડીને તેમની પાસે દારૂગે ખતમ થઈ જતાં પીછેહઠ કરવાની આજ્ઞા આપવામાં આવેલી. ટુકડીએ એ આજ્ઞાનું પાલન કરવાને બદલે સંગીને ચડાવીને શત્રુઓ ઉપર ત્રાટકવાનું વધુ પસંદ કર્યું. તેઓ પાછા ફર્યા–વિજયી બનીને. આપણું સૈન્યને પારાવાર આત્મશ્રદ્ધા આવી છે. આપણને જાણવા મળ્યું છે કે, સામા પક્ષના હિંદી સૈનિકે આપણું પક્ષમાં ભળી જવા રાજી છે. હવે તે આપણે તેમને આપણુમાં ભેળવી દેવાની તૈયારી કરવી રહી. આપણે દુશ્મનોની તરકીબે.થી પણ વાકેફ થઈ ગયા છીએ. એમના દસ્તાવેજો પણુ આપણા હાથમાં બાવ્યા છે. આપણું અમલદારએ જે અનુભવ મેળવ્યો છે તે તે અમૂલ્ય જ છે. સંગ્રામ શરૂ થયો તે પહેલા જાપાનીઓને આપણી ફેજની લડાયક શક્તિમાં ઈતબાર જ નહોતે. એમની ઈરછા અને નાના નાના ખંડમાં વિભક્ત કરીને એક એક બંને એક એક જાપાની દળ સાથે જોડી દેવાની હતી. મારી ઇચ્છા એવી હતી કે, આપણી ફેજને એક આગલે મોરચે સુપરત થાય. અને અંતે તે મારી ઈચ્છા પ્રમાણે જ થયું. આ સંગ્રામને પરિણામે આપણું અમલદારને પુષ્કળ અનુભવ સાંપ. “ માપણી ક્ષતિઓનું પણ કાપણને ભાન થયું. પ્રદેશ મોટા પાયા ઉપરની અવરજવર માટે ઘણું જ પ્રતિકૂળ છે; અને આપણું વાહનવ્યવહાર અને પુરવઠા ખાતું ઘણું જ નબળું સાબિત થયું છે. વળી, મોરચા ઉપરના પ્રચાર જેવું તે આપણી પાસે કશું અસ્તિત્વમાં જ નહોતું. આ ખાતુ ચલાવવા માટે માણસે આપણે તૈયાર કર્યા હતા–પણુ વાહનવ્યવહારની મુશ્કેલીને કારણે આપણે તેમને ઉપયોગ જ ન કરી શકયા. હવે પછીથી, ફોજના એકેએક દળ પાસે એનું પોતાનું આગવું કહી શકાય એવું પ્રચાર-એકમ રહેશે. “આપણે લાઉડસ્પીકરાની પણ જરૂર હતી, પણ જાપાનીઓ ખરે ટાણે ખૂટલ નીવડયા. હવે આપણે એ માપણી મેળે જ બનાવી લઈએ છીએ.” ઓગસ્ટ ૨૧, ૧૯૪ અમારા સિપેહસાલાર નેતાજીએ એક ફરમાન કાઢીને વરસાદને કારણે યુદ્ધ ૧૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy