SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ બ્રિટિશ-વિરોધી જ છે. આપણી લડત અને આગેકૂચ જેમ જેમ પ્રગતિ કરતી જશે તેમ તેમ હિંદી પ્રજાને સમજાતું જશે કે, આઝાદી લડ્યા વગર આવવાની નથી. પરિણામે એ પણ જંગમાં ઝુકાવવાને નિર્ણય કરશે અને આપણુ યુદ્ધસંચાલનને અંગે જોઇતી બધી યે મદદ તેના તરફથી આપણને મળતી થશે. નેતાજીના પ્રવચનને જનમેદની મંત્રમુગ્ધ બનીને સાંભળી રહી હતી. સભા પૂરી થઈ, તે પછી માનવસમુદાયને વિખેરાતાં દેઢ કલાક લાગ્યો. શો ઉત્સાહ! જુલાઇ ૫, ૧૯૪૪ નેતાજી–સપ્તાહને આજે બીજો દિવસ હતો. રંગૂન જીઓએ આજે કવાથત કરીને સુભાષબાબુને સલામી આપી. દશ્ય ભવ્ય હતું. સૈનિદળને ઉઠાવ આબાદ હતું. સુભાષબાબુ આફરીન થઈ ગયા. . ફેઓને ઉદ્દેશીને એમણે કહ્યું “આઝાદ હિંદ ફોજની રચના એ આપણું દુશ્મનોને માટે પારાવાર ચિંતાનું કારણરૂપ થઈ પડી છે. થોડો વખત સુધી તે તેઓ એના અસ્તિત્વની ઉપેક્ષા કર્યા કરતા, પણ પાછળથી, જ્યારે એના સમાચારને દાબી રાખવા અશકય હતા, ત્યારે તેમના વાજિંત્ર દિલીના ઓલ ઇન્ડિયા રેડિયોએ પ્રચાર આદર્યો કે, ફેજિ-બેજ બધું ઠીક છે. એ તે જાપાની અંકુશ તળેના હિન્દી યુદ્ધકેદીઓને મારીને મુસલમાન બનાવવામાં આવ્યા છે. પણ આ જૂઠાણું ક્યાં લિગી નભે? કારણ કે હિંદમાં તે ઠેર ઠેર સમાચાર પ્રસરી ગયા હતા કે પૂર્વ એશિયાના એકેએક ભાગમાંથી હિન્દ નાગરિકે ફેજમાં, મેટી સંખ્યામાં ભરતી થઈ રહ્યા છે. એટલે આલ ઈન્ડિયા રેડિયો અથવા કહે કે એન્ટી આલ ઈન્ડિયા રેડિએના નિષ્ણાતોએ પિતાની ચાલ બદલી. તેમણે એક બીજો પ્રચારતુક્કો ગબડાવ્યો કે યુદ્ધકેદીઓએ ફેજમાં જોડાવાનો ઈનકાર કર્યો છે એટલે હવે હિંદી નાગરિકને જબરદસ્તીથી ફેમાં ઘસડી જવામાં આવે છે. પણ જબરદરતી જે યુદ્ધકેદીઓ ઉપર બેકાર હતી, તે નાગરિકો ઉપર તે ખૂબ જ વધારે બેકાર હતી એટલી વાત દિલ્લીના દાવાઓને ન સૂઝી! “જેનામાં અક્કલને છ પણ હશે, તે તે એક સારામાં જ સમજી શકશે કે જબરદસ્તીથી તે કદાચ ભાડૂતી સિપાહીઓની સેના તૈયાર થઈ શકે; સ્વયં ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy