________________
હિતચિંતન
(૧૧૩ ] (૧૦૮) શ્રી જ્ઞાનપદની સાધના
તા. ૧૬-૪-૧૯પ૪ જ્ઞાન એ પ્રકાશ છે. સમ્યગ જ્ઞાનના પ્રકાશ વગરના અને સાચું સ્વરૂપ દેખાતું નથી. અજ્ઞાનનું અધારું ભયંકર છે. એ અધિકાર કાંઇને બદલે કાંઈ દેખાડે છે. જ્ઞાનપદના આરાધકને અજ્ઞાનનું અંધારું . નડતું નથી. એટલે એ સાતમા પદના આરાધનમાં ઉજમાળ બનવું એ મહાલાભને માટે છે.
એકાવન ભેદે જયવંત વર્તતું સમ્યગ જ્ઞાન નિર્મળ છે. એ જ્ઞાનના -ચાંદનીમાં રમતા આત્માને અપૂર્વઠંડકને અનુભવ થાય છે. સમય– જ્ઞાન આત્માની જડતાને ખંખેરી નાંખે છે. જડ પણ જ્ઞાનપદને આરાધતા ચેતન બની જાય એવું આ પદની આરાધનામાં સામર્થ્ય છે. એ સામર્થ્ય પ્રકટ કરવાનો અવસર ન ચૂકવામાં જ ચાલાકી છે.
એકાવન સાથીયા-ખમાસમણ ને પ્રદક્ષિણા, એકાવન લેગસ્સને કાઉસગ્ગ, બાકી સર્વ ચાલુ વિધિ. જ્ઞાનપદની વીશ નવકાર વાળીથી આ પદ આરાધાય છે.
એક ધાન્યનું આયંબિલ ચેખાનું કરવાનું છે. આ પદને વર્ણ ઉજ્વળ એટલે શ્વત છે,
જ્ઞાન વિજય, જ્ઞાન શુક્રાર્થના ! शानेनतें जडो जीवो, जडेोऽपि चेतन: श्रुतात् ॥ १०९ ॥
(૧૦૯) ચારિત્રપદની આરાધના
તા. ૧૭-૪-૧૯૫૪ ચારિત્ર વગર મોક્ષમાર્ગમાં કોઈ પણ આત્મા ગતિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com