________________
હિતચિંતન
[૧૦૫] પણ સામા પક્ષના નેર પાસે ઘણી વખત દબાઈ જાય છે. એટલે જીવે બળ કેળવવું જરૂરી છે, જીવમાં બળ પૂરનારા જે છે તેની સેવના ઉપાસના કરવામાં આવે તે આત્મા બળી બને અને વાતવાતમાં જીત મેળવે.
પાંચ ઇન્દ્રિમાં જીભ ઉપર જય આવે એટલે બીજી ઉપર આવી ગયે છે એમ સમજવું. એ જય મેળવવા માટે
શ્રી સિદ્ધચક-નવપદની ઓળીનું વિધિપૂર્વક આરાધન નવ દિવસ કરવું ખુબ જ આવશ્યક છે. એ આરાધન આત્માને સર્વ પ્રકારે લાભદાયી છે. આત્માના બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના હિત તેથી સધાય છે; જે દિવસમાં એ આરાધના થાય છે. તે દિવસે માં જે આયંબિલ આદિ તપશ્ચર્યા અને અને આરાધના ન હોય તે જીવ ઉન્માદે ચડે. અને હેરાન હેરાન થઈ જાય. નિયમવાળો આત્મા આનંદ અનુભવે સુખી થાય, નિરોગ રહે, શાંતિ પળે, તેની ઉપાધિ માત્ર ટળી જાય. માટે મજબૂત નિશ્ચય કરો કે ઓળીનું આયંબીલની ઓળીનું આરાધન કરવું જ છે. એક વખત આરાધન કરીને પછી તેનું પરિણામ જુએ; ફરી નહિ કહેવું પડે. जिहां वशे विधातुं, दिवसानव सिद्धचक्रमनुसरतात् । नो चेद्विवशा जिहवा, व्याधीन वितरात सदाकालम् ॥९९ ॥
(૧૦૦) અખંડ આંક તા. ૮-૪-૫૪
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન. જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવપદ છે એ નવપદની વચમાં અરિહંત સ્થાપન કરીને ફરતા વિધિ પ્રમાણે સિદ્ધ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com