________________
[૧૦૦ ]
હિતચિંતન ગતિ આદિમાં લઈ જાય છેમનુષ્ય ગતિમાં લાવે છે. સાધુપણું અપાવે છે, કે જ્યાં કર્મનું ચાલતું નથી ને છેવટે કર્મની સત્તા વગરના મોલમાં મોકલી આપે છે. ત્રીજે મિત્ર કરજો ને પરમ સુખને વરજે. मित्राणां त्रितयं वपुः प्रथम बन्धुद्वितीयं मतं, सधर्मो हि तृतीयमित्रममलं', यत् सर्वत:-शंकरम् । सन्मत्या प्रियया हित निगदितो जीव: प्रियः सौहृद, धर्मेणाशु विधाय शुद्धमनसा त्रस्तोऽपि सुस्थोऽभवत् ॥ ९५ ॥
(૯૬) કડવાશ દૂર કરે તા. ૪-૪-૫૪
મનમાંથી, વચનમાંથી અને વર્તનમાંથી કડવાશ દૂર કરવી જોઈએ એમ બધા માને છે. એ કડવાશનું પરિણામ બીજાને માટે ખરાબ આવે છે એમ નહિ પણ પિતાને માટે પણ ખરાબ આવે છે. કારેલા ને કાકડી કડવાશ દૂર કરીને ખાવામાં આવે છે. તે મીઠા લાગે છે, એ કડવાશ દૂર કરી શકાય એવી છે. પણ કડવી તુંબડીની કડવાશ દૂર કરી શકાતી નથી. કારેલા, કાકડી અને કડવી તુંબડીની માફક ધનમાં પણ કડવાશ ભરી છે એ કડવાશ દૂર કરીને તે વાપરવામાં આવે તે તે મીઠું લાગે. કેટલુંક ધન કડવી તુંબડી જેવું હોય છે; તેની કડવાશ દૂર કરી શકાતી નથી. જે ખાય તે મરે; એવા ધન તે ન ખાવા અને ન ખવરાવવામાં જ મજા છે. બાકી કડવાશ દૂર કરી શકાય એવા ધનની પણ કડવાશ દૂર કરીને વાપરવામાં મજા એટલે મન, વચન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com