________________
હિતચિંતન
૯૫ ] ખૂબ જ કાળજી રાખવી પડે છે. વિશ્વ સુખી છે ને એ ગુણને પાક ઉતારે છે. તેને લઈને તેમાં જુદા જુદા ગુણોને પાક જુદે જુદે સ્થળે ઉપજે છે. એક બીજા દેશે જરૂર પૂરત એ પાક બીજેથી ખરીદે છે. અને કાર્ય ચાલે છે. પણ તેથી આનંદિત થવાની કે સંતોષ માની લેવાની જરૂર નથી. જરૂરી પાક પોતાને ત્યાં ઉત્પન્ન થાય ત્યારે જ પરતંત્રતા ટળે. પણ જે બધા આળસુ થાય તે ભૂખે મરે. ગુણના વાવેતરના સંબંધમાં આ બેદરકારી બહુ જોવામાં આવે છે.
જ્યાં થોડું ઘણું વાવેતર થાય છે તે પણ રીત-પદ્ધતિ જાણ્યા વગર જ્યાં વાવેતર કરવાનું છે, ત્યાં બરાબર છે કે નહિ. પાકના વિરોધી તો કેટલા છે, તે કેમ દૂર થાય વગેરે બાબતમાં વાવેતર કરનારા બેદરકાર રહે છે. અને ગુણનું વાવેતર કર્યાને સંતોષ માને છે. પણ પાક બરાબર ઉતરતે નથી એ સ્પષ્ટ છે. તેથી તે ગુણને દુકાળ વારંવાર પડે છે. ને પ્રજા પીડાય છે. એ કાળજીપૂર્વક દૂર કરીને હવે ગુણનું વાવેતર સારી રીતે કરવાની જરૂર છે.
दोषोत्करमपाकृत्य, संस्कृत्य बहुयत्नतः । आत्मक्षेत्रे वपेद्धर्म-बीज यथोत्तम फलेत् ॥१२॥
(૯૩) વાડ-રક્ષણ
તા. ૧-૪--૫૪ ખેતરને ફરતી પાકના રક્ષણને માટે વાડ કરવામાં આવે છે. વાડ જેટલી મજબૂત એટલું પાકનું રક્ષણ સારું થાય છે. વાડ વગર પાકને નુકશાન પહોંચે છે. એટલે ઉંચી જાતને પાક હોય તેટલું તેનું રક્ષણ મજબૂત અને કાળજી ભર્યું કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com