________________
[ ૭૪ ]
ઈસલામી કાય.
૩ સાવકા છોકરા અને તેમના સાવકા બાપ એક
બીજાના વારસદાર થતા નથી. ૪ મરનારનું મોત આણનારને તેને વારસો મળે
નહિ. શિયાપંચ પ્રમાણે જે અકસ્માતથી અગર વગર ઈરાદે મોત આણેલ હોય તે તેને વારસો મળે શકે.
૫ જે મુસલમાન ન હોય તેને વાર મળી શકે નહિ. ૭૧. વહેચણવખતે જેનું અસ્તિત્વ ન હોય તેની સ્થીતિ.
વહેંચણ કરતી વખતે ગર્ભમાં બાળક હોય તેને પણ હિસ્સો ગણવામાં આવે છે. અને ગર્ભમાં પત્ર અગર પૂત્રી એ બે પૈકી જેને વારસાને વધારે હિસે હેાય તે જન્મશે એવું અનુમાન કરવામાં આવે છે. [૧]
છોકરું જે મરેલું જન્મે તે અનામત રાખેલ વારસો પ્રથમના વિભાગ પ્રમાણે વહેંચી દેવામાં આવે છે. એ જન્મીને પછી મરણ પામે છે તે વારસો ગુજરનાર બાળકના વારસદારને મળે છે.
જે માણસને પત્ત ન હોય તેને વારસો તે જીવતે હોવાનું પુરાવાના કાયદાની કલમ ૧૦૭–૧૦૮ મુજબ અનુમાન કરી શકાતું હોય ત્યાં સુધી અનામત રાખી મુક જોઈએ. [૨] ૭ર, અકસ્માત વખતે અનુમાન.
વધારે માણસે અકસ્માતથી એકી સાથે ગુજરી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com