________________
આભાર દર્શન. मणौ वन समुत्कीर्णे सूत्रस्येवास्ति मे गतिः
હિંદુ અને ઇસ્લામી કાયદાના એક લ્હાના ગુજરાતી પુસ્તકની આવશ્યકતા ઉભી થતા, મહેરબાન નટવરલાલ માણેકલાલ સુરતી સાહેબે આજ્ઞા કરતાં, યથાસાધ્ય શ્રમ લઈ આ પુસ્તક વાંચનાર આગળ ધર્યું છે.
અનેક વ્યવસાયે વચ્ચે મુરબ્બીશ્રી પિપટલાલ એલ. ચુડગર બેરિષ્ટર–એટ–લે એ આશિર્વાદના આદિવચન લખી આપીને અને શ્રી રમણલાલ કેશવલાલ ત્રિવેદીએ મારા ઉપરના તેઓશ્રીના સદભાવથી પોતાને કિંમતી સમય રેકી ઝીણવટથી વાંચી ઘણી ઉપગી સૂચનાઓ આપી આભારી કર્યો છે.
સંસ્થાન ભાવનગરના મહેરબાન સરન્યાયાધિશ સાહેબ શ્રી ભાસ્કરરાવ વિઠ્ઠલદાસ. એમ. એ. એલએલ. બી. અને શ્રી છોટાલાલ પીતાંબરદાસ ઓઝા તેમજ અન્ય ન્યાય મતિઓ તથા વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ આ પુસ્તકની હસ્તલિખીત પ્રત વાંચી તેમને અમુલ્ય અભિપ્રાય આપેલ છે તેમને હું ત્રાણી છું.
આ પુસ્તક લખવામાં નીચે જણાવેલા પુસ્તકને પણ છૂટથી ઉપયોગ કર્યો છે. અને તે બદલ તેમના લખનારાએને હું અને આભાર માનું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com