________________
www
સ્ત્રીધન.
[ પ૩ ] ન્હોતે; એ તકરાર આગળ ધરી થયેલું લગ્ન રદ થઈ શકે નહિં. [૧૧૪]
દાખલા તરીકે એક કન્યાના માતાપિતા વિગેરે હયાત છે. આગળ વધીને એમ પણ ધારીએ કે તેનું વેવીશાળ પણ થયેલ છે, છતાં કન્યા મોસાળ જાય અને ત્યાં તેને મામ બીજા સાથે લગ્ન કરી દે તે પછી તે લગ્ન, બળ જબરાઈ વિગેરેથી ન થયા હોય તે, રદ થઈ શકે નહિ. કેટે લગ્ન કરવા સામે મનાઈહુકમ આપે હોય તે પણ થએલ લગ્ન રદ થતા નથી [૧૧૫] કારણ કે લગ્નની ક્રિયાને (Lactum valet) થયું તે થયુંને સિદ્ધાંત લાગુ પડે છે.
ગાંડા શખના થયેલાં લગ્ન, (૧૧૬) દગાથી અથવા બળજબરાઈથી થયેલાં લગ્ન, [૧૧૭] અને નપુંશકનાં થયેલ લગ્ન ગેરકાયદેસર અને નિરર્થક છે. ૪૮. લગ્નના પ્રકાર.
લગ્ન આઠ પ્રકારના છે ૧ બ્રા, ૨ દેવ, ૩ આ, ૪ પ્રજાપત્ય, પ ગાંધર્વ, ૬ રાક્ષસ, ૭ અસુર અને ૮ પિશાચ.
અત્યારે ફક્ત બ્રહ્મ અને અસુર એમ બે પ્રકારનાં લગ્ન કાયદેસર છે. બ્રહ્મ એટલે કાંઈ પણ લીધા સિવાય લગ્ન થયા હોય તે. કન્યાવિક્રય થઈને લગ્ન થયાં હોય તે અસુર લગ્ન ગણાય છે. કોર્ટ પ્રથમ હેષ્ટિએ શુદ્રમાં પણ બ્રહ્મ પ્રકારનાં લગ્ન થયાં છે એમ અનુમાન કરે છે. અસુર પ્રકારના છે એવી કેઈની તકરાર હોય તે તે તેણે સાબીત કરવું જોઈએ. [૧૧૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com