SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૪) વર્ણન આપવામાં આવ્યું છે તે આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે એ સરહદ ઉત્તર-પૂર્વમાં સપાદલક્ષ રાજાપર વિજય મેળવવાથી અથવા પૂર્વ રજપુતાનાના સાકંભરી-સંભારના વિજયથી, તથા દક્ષિણ-પૂર્વમાં માળવાની જીતથી લંબાવવામાં આવી હતી અને આ પ્રમાણેને અહેવાલ “ દ્વયાશ્રયકાવ્ય”માં વિગતવાર આવે છે. ઉપરના લેક ૫૩ પ્રમાણે કુમારપાળની હેમચંદ્ર સાથે ઓળખાણ શરૂ થઈ ત્યારે કુમારપાળનું રાજ્ય તેની વધારેમાં વધારે મર્યાદાને પહોંચી ચૂકયું હતું અને વિજય પ્રાપ્તિઓની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી. જ્યારે કુમારપાળ રાજા પિતાના મંત્રી જેનું નામ આપવામાં આવ્યું નથી તેની સાથે જે સાધુએ એના મન પર ઘણી જબરી અસર કરી હતી તેને માન આપવા (વાંદવા) જનમંદિરમાં આવ્યા. તે વખતે વ્યાખ્યાનમાં હેમચંદ્ર જે ઉપદેશ આપે તેને પરિણામે કુમારપાળ રાજાએ જૈનધર્મને સ્વીકાર કર્યો હતો. | હેમચંદ્ર પિતે કરેલાં આ વક્તવ્યનું પ્રથમ તે એ પરિણામ આવે છે કે કુમારપાળની નાસભાગ દરમ્યાન હેમચંદ્રના અને તેના સંબંધ પરત્વેની સર્વ હકીકતે બનાવટી અને રદ કરવા એગ્ય છે. ભવિષ્યકાળમાં તેમના સંબંધને હેતુ પૂરું પાડવા માટે તે કદાચ બનાવી કાઢેલ હોય એ બનવાજોગ છે. વળી એ વક્ત એમ પણ બતાવે છે કે પ્રબંધમાં ઓળખાણ તાજી કરવા સંબંધી અને જૈન ધર્મના સ્વીકાર સંબંધી જે વાતે આવે છે તેમાં પણ અતિ અલ્પ એતિહાસિક તત્ત્વ છે. પ્રભાવક ચરિત્રના હેવાલ પ્રમાણે કુમારપાળ રાજાને અર્ણોરાજપર વિજય મેળવવામાં મદદ કરવા અજિતનાથની સ્તુતિ કરવા માટે સમજાવવામાં આવ્યો હતો અને એની પ્રાર્થના પાર પડવાને કારણે તેણે જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy