________________
ઇ. સ. ૧૮૫૬ માં ફાર્બસ સાહેબે રાસમાળા પ્રકટ કરી, તેમાં અનેક કથા અને દંતકથાઓ દાખલ કરેલી હવા છતાં એ સર્વને પરિહાર ત્યારપછી ત્રીશ વર્ષે લખાયલા આ ઉલ્લેખમાં લેવામાં આવશે. આ ગ્રંથના લેખક કેઈ પણ ચાલુ વાતથી કે અંગત ષથી લેવાયા નથી અને પરિણામે જે ભયંકર ખલનાઓ રાસમાળાના ગુજરાતી ભાષાંતરકારે કરીને અક્ષમ્ય ધષ્ટતા કરી છે તેનાથી દૂર રહી શકયા છે. આ દષ્ટિએ જોઈએ તે એક જવાબદાર લેખકનું શું કર્તવ્ય હોય તેને શિક્ષણીય પાઠ આ લેખકે આપે છે.
છતાં ડે. બુલરના નિર્ણ છેવટના ગણી શકાય તેમ નથી. ઘણું સ્થળોએ તેમણે ચર્ચા કરવામાં તે સમયની આર્યનીતિરીતિને ખ્યાલ ન હોવાથી ગોટાળો કરી નાખે છે. એટલા માટે આ ગ્રંથને હેમચંદ્રાચાર્યના જીવનવૃત્તને અંગે છેલ્લા શબ્દ તરીકે ગણવાને નથી; પણ એક વિશિષ્ટ શૈલીના પ્રરૂપક તરીકે તે ખાસ અભ્યાસ કરવા ચગ્ય છે. કઈ કઈ સ્થળે તેઓ કુમારપાળપ્રબંધના કર્તા શ્રીજિનમંડન માટે વધારે પડતા કડક થઈ ગયા છે અને તેમની ટીકા કરવામાં મર્યાદાથી જરા આગળ પણ વધી ગયા છે. એક મહાપુરૂષના ચરિત્રને અંગે અનેક દષ્ટિબિંદુઓ હોઈ શકે છે એ સમજવા પૂરતે આ ગ્રંથને ઉપગ છે. ડે. બુલ્લરે એતિહાસિક ગ્રંથેપર કેટલે વિશ્વાસ રાખવે તે સંબંધમાં શરૂઆતમાં જ ઉલ્લેખ કરી પોતાને મત દર્શાવ્યું છે. એ અભિપ્રાય કેટલે અંશે સ્વીકાર્ય છે એ સુદે પણ ઘણી ચર્ચાને વિષય છે. એમના મત પ્રમાણે ચરિત્રે અને પ્રબંધે અવમતની પુષ્ટિ માટે અને વ્યાખ્યાન માટે લખાયેલાં છે અને એ સંબંધમાં તેઓ પ્રબંધકેશને આધાર ટકે છે. આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com