SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૪ ) કુમારપાળને ખબર પડી ત્યારે તે દેથળીમાંથી નાસી ગયે અને કેટલાક વર્ષો સુધી શિવ સંન્યાસીના વેશમાં છુપાઈને ભટકનારાની અંદગી ગુજારી. શરૂઆતમાં તે ગુજરાતમાં રહ્યો હોય એમ જણાય છે. આગળ જતાં એને પકડવાનાં વધારે વધારે છટકાં જયસિંહે માંડ્યાં તેને પરિણામે એને સ્વદેશભૂમિને ત્યાગ કરે પડ હોય એમ જણાય છે.૫૫ કુમારપાળના નાસભાગ અને ગુજરાત તથા બહારના પ્રદેશેમાં રખડપાટાને અંગે બનેલા કહેવાતા અનેક અદભુત (Romantic) પ્રસંગે પરત્વે પ્રબંધોમાં વર્ણને આપવામાં આવ્યાં છે અને તે સર્વે હેરાન થઈ ગયેલા રાજપુત્રના રક્ષક તરીકે અને તેની ભવિષ્યની મહત્તાના ભવિષ્યવેત્તા હેમચંદ્રને રજુ કરવાની ખૂબ સંભાળ અને તસ્દી લે છે. કુમારપાળના ભવિષ્યને અંગે હેમચંદ્ર ભજવેલા ભાગને માટે પ્રભાવચરિત્ર નીચે પ્રમાણે વિગતે આપે છે. આપણને એમ કહેવામાં આવે છે કે અણહીલવાડમાં આવી પહોંચેલા ત્રણશે તાપસેના ટેળામાં કુમારપાળ હતે એવા સમાચાર ગુપ્ત બાતમીદારો મારફત જયસિંહને મળ્યા, એને પકડવા માટે રાજાએ તે સર્વને જમવા માટે નેતર્યા, રાજાએ પોતે એમના પગ ધોયા, ઉઘાડી રીતે એમ કરવામાં રાજાને ઉદેશ તેમના તરફની ભક્તિ બતાવવાને હતો પણ અંદરખાનેથી એને આશય એમાંના કયા પુરૂષના પગનાં તળીઆમાં રાજરેખા હતી તે શેધી કાઢવાને હતા. કુમારપાળના પગને એણે સ્પર્શ કર્યો કે તુરત જ તેણે તેના ઉપરનાં પવ, ધ્વજ અને છત્ર વિગેરેના ચિહ્નો રેખામાંથી શોધી કાઢ્યા. એણે પિતાની નિશાની ચરપુર તરફ કરી. કુમારપાળ એ જોઈ ગો. અને એ તુરત જ નાઠા. અને તેમચંદ્ર જે ઉપાશ્રયમાં હતા ત્યાં પહોંચી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com શુ કે હુ માંથી છ ઈ.
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy