________________
( ૩૦ ). દે. દુનીયાને જે હાથીઓ રક્ષી રહ્યા છે તેઓને પ્રજવા દે. દિગગજો ભલે ધ્રુજે ! એમાં શું થઈ ગયું ? દુનિયાનું તમે એકલા રક્ષણ કરે છે ! ” રાજા આ કવિતા સાંભળીને એટલે બધે પ્રસન્ન થઈ ગયું કે એણે તે જ દિવસે હેમચંદ્રને પિતાના મહેલમાં દરરોજ બપોરે આવવાનું નિમંત્રણ કર્યું અને ત્યાં તેમને સત્કાર કરવાની હકીકત જણાવી. હેમચંદ્ર સદર આમંત્રણને સ્વીકાર કર્યો અને ધીમે ધીમે રાજાની મિત્રી જીતી લીધી. જિનમંડન મુખ્ય મુદ્દા પર આ હકીકતને મળતા થાય છે, પણ એ હકીકત લખવા માટે તેને કેઈ અન્ય મૂળકૃતિને આશ્રય લીધો જણાય છે; કારણ કે હેમચંદ્ર જે કવિતા તે સ્થાન પર બનાવી રાજા પાસે કહી તેને આકાર તદન જૂદા પ્રકારને હતું અને તેમના કહેવા પ્રમાણે હેમચંદ્રના અસાધારણું દેખાવથી રાજાને તેને અંગે થયેલ આશ્ચર્ય તેમાં કારણભૂત હતું અને તેને લઈને રાજાએ હેમચંદ્ર સાથે વાતચીત કરી હતી એમ તેમનું કહેવું છે. ૨૪ મેરૂતુંગ આ મેળાપ અને તેના પરિણામે સંબંધમાં કાંઈપણ ઉલ્લેખ કરતા નથી. તેમના કહેવા પ્રમાણે ઉપરના બનાવ પછી ઘણા વર્ષે માળવાના રાજા ઉપર વિજય મેળવીને જ્યારે જયસિંહ પોતાને વતને પાછા ફરે છે તે વખતે હેમચંદ્ર અને રાજાની ઓળખાણ થઈ હતી. આ પ્રસંગે પિતાની રાજધાની (પાટણ) માં મોટા દબદબા સાથે વિજયપ્રવેશ
સ્વારીના આકારમાં થયો હતો. એ સ્વારીમાં કેદ કરેલા માળવાના રાજાને અને લડાઈમાં પ્રાપ્ત થએલ વિજય વસ્તુઓને વિજયનાં ચિન્હ તરીકે ફેરવવામાં આવ્યાં હતાં. વિજય પ્રાપ્ત કરનાર રાજાને આશીર્વાદ આપવાના હિંદુસ્તાનના રિવાજ પ્રમાણે જુદા જુદા ધર્મના આગેવાને અણહીલવાડના મહાજનમાં સામેલ થયા હતા. જેનોના આગેવાન અને વક્તા તરીકે તે પ્રસંગે હેમચંદ્રને પસંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com