SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૩) તેના કરતા ઉ૫રની વાત વધારે સંભવનીય જણાય છે. એક જ કુટુંબમાં બાવા પ્રકારના લગ્ન રજપુતેમાં સંમત ગણાતા નથી અને વસ્તુતઃ થતાં નથી. જયસિંહનું કુમારપાળ તરફ વેર જિનમંડનને પૃ. ૫૮ માં એવું કારણ આપે છે કે જેથી તે એમ કહે છે કે રાજાએ હજુ પણ કુમારપાળ રસ્તામાંથી સાફ થઈ જાય ત્યારપછી શિવની કપાથી પુત્રપ્રાપ્તિ થવાની આશા રાખી હતી. હેમચંદે રાજપંડિત તરીકે લખ્યું તેથી કદાચ જયસિંહના કુમારપાળ તરફના વૈર સંબંધી કરે ઉલ્લેખ હયાશ્રયમાં કરતા નથી. કુમારપાળની નાસભાગ અને રખડપાટાની વાત પણ માત્ર પ્રભાવક ચરિત્રમાં મેરૂતુંગમાં અને ત્યારપછીના પ્રબંધકારમાં આવે છે. આ પ્રમાણે હકીકત હોવા છતાં આ છેલ્લી હકીકત સાચી હોવા પરત્વે મેહરાજપરાજ્ય (કિહેન રિપોર્ટ ૧૮૮૦-૮૧ પૃ. ૩૪) માં એક ગ્લૅક છે તેમાં આપણે વાંચીએ છીએઃ “ આ રાજો જેણે જિજ્ઞાસાથી આખી દુનિયામાં રહણ કર્યું હતું તે ચૌલુક્યવંશના શિરોમણિ કોનાથી અજાણ્યા ?” અહીં કુમારપાળના રખડપાટાસંબંધી એ ઉલ્લેખ છે. યશપાળે કુમારપાળના મરણ પછી તુરતજ અજયપાળના રાજ્ય દરમ્યાન સદર ગ્રંથ લખ્યા છે તેથી તેના પુરાવાને ઘણું મૂલ્ય ઘટે છે. કુમારપાળનું રા યારોહણ, પ્રબંધકારે કહે છે તે પ્રમાણે તેમજ હેમચંદ્ર પણ તેવા જ પ્રકારનું વકતવ્યમહાવીર ચરિત્રમાં કરે છે તે પ્રમાણે, ચોક્કસ વિક્રમ સંવત ૧૧૯૯ માં થયેલ છે (જુઓ નીચે નેટ નં. ૬૬) એના રાજ્ય સમયને પ્રથમ લેખ માંગરોળ-મંગળપુરને પ્રાપ્ત થાય છે. એને સંવત ૧૨૦૨ છે. ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ ૫. ૧-૧૦ મેરૂતુંગની વિચારશ્રેણી પ્રમાણે એ બનાવની તારિખ માગશર સુદ ૪ છે, પણ તે જ ગ્રંથકારના પ્રબંધચિંતામણું પ્રમાણે પૃ. ૧૯૪ માં કાર્તક વદ ૨ રવિવાર હસ્ત નક્ષત્ર આપેલ છે. જિનમંડન કુમારપાળ ચરિત્ર પૃ. ૫૮ અને ૮૩ માં માગશર સુદ ૪ રવિવારની તારીખ રજુ કરે છે. . ૫૬ પ્રભાવક ચરિત્ર રર ૫૬-૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy