________________
(૧૬૮ ) ર૭ કોલબુકના પરચુરણ નિબંધ ૨. પૂ.ર૭૫ કેવેલ પ્રકાશક. ત્યાં એમ બતાવવામાં આવ્યું છે ઘણે ભાગે યશોવર્મા વિક્રમ સંવત ૧૧૯૦ માં ગાદીએ આવ્યો. કીર્તિકૌમુદી ૨. ૩૨ માં આથી વિરૂદ્ધ હકીકત આવે છે તે પ્રમાણે જયસિંહે માળવાના જે રાજાને હરાવ્યો તે યશોવર્માની આગળને રાજા નરવાહન હતો. આ આખી હકીકતને કેાઈ જાતના વિચારવગર છેડી દેવા યોગ્ય છે, કારણ કે યશવમનું નામ દ્વયાશ્રય કાવ્યમાં આપવામાં આવ્યું છે અને આપણે ભરોસો રાખીએ કે હેમચંદ્રના રાજાએ જે રાજાને હરાવ્યો તે હારનાર રાજાનું ચોક્કસ નામ હેમચંદ્ર જાણતા હોવા જોઈએ.
૨૮ દ્વયાશ્રય કાવ્યના ઉતારા ફેન્સે ઈડીઅન એન્ટીકરી પુ. ૪થું પૃ. ૨૬૬ માં કર્યો છે તે પ્રમાણે માળવાના વિજય પછી જયસિહે નીચેનાં કાર્યો કર્યાઃ (૧) તે છેડે વખત સિદ્ધપુર-શ્રીસ્થળમાં રહ્યો અને રૂદ્રમાળ અથવા વધારે સારી રીતે બેલતાં રૂદ્રમહાલય-મંદિર જીણને સુધરાવ્યું અને મહાવીરનું એક મંદિર બંધાવ્યું. (૨) એણે સોમનાથ પાટણ અને ગિરનારની જાત્રા કરી. અણહિલવાડ પાછા ફર્યા પછી એણે સહસ્ત્રલિંગ તળાવ ખોદાવ્યું અને બીજા કેટલાક બગિચાઓ તૈયાર કરાવ્યા. બીજી અનેક જગ્યા જ્યાં આપણે હેમચંદ્રના ઉપર કાબુ રાખી શકીએ છીએ ત્યાં એ બનાવોને એક પછી એક સાલવાર આપે છે અને ક્રમ બરાબર જાળવે છે તે અહીં પણ આપણે તેના ઉપર ભરેસે રાખી શકીએ. જો આપણે આ પ્રમાણે કરીએ તો વગરશકે એ વાત ચોકકસ થાય છે કે માળવાથી પાછા ફર્યા પછી જયસિહે ઘણું વર્ષો રાજ્ય કરેલ હોવું જોઈએ અને આ બનાવ સંવત ૧૧૯૪ પછી બનેલ હોવો ન જોઈએ.
૨૯ પ્રબંધચિંતામણિ પૃ. ૧૬૧-૧૭૧.
૩૦ આ શ્લોકને કલાટે ઈડીયન એન્ટીકરી પુ. ૧૧. પૃ. ૨૫૪ નેંધ ૫૪ માં ટાંકેલ છે. આ ચર્ચા વખતે હેમચંદ્રની હાજરી હતી એમ પ્રભાવચરિત્ર સીધી રીતે કહેતું નથી; છતાં તેની તે પ્રકારની સૂચના છે. કારણ કે
સરખામણુ કેરી એકના અર્થમાં જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com