________________
( ૫ ) લખી છે તે તેમના પૂર્વના પ્રાચીન ગ્રંથોમાં મળી આવતી નથી અને સંપ્રદાયથી ચાલી આવતી દંતકથાઓ ઉપરથી તેમણે ઉલ્લેખ કર્યો જણાય છે. અને તેઓ પોતે પણ સંપ્રદાયથી ઉતરી આવેલ હકીકતના સંબંધમાં તે તરીકે વારંવાર ઉલ્લેખ પણ કરે છે.
છેવટે “કુમારપાળ ચરિત્ર” છે. તે ઉપરની ત્રણે કૃતિઓ, અને તે ઉપરાંત તેવી જ જાતની બીજી કૃતિઓ ઉપરથી તૈયાર કરેલે અવિસ્પષ્ટ સમુચ્ચય ગ્રંથ છે. એ કૃતિમાં “પ્રભાવક ચરિત્ર” અને “પ્રબંધચિંતામણિ” માં આપેલા પરસ્પર વિરૂદ્ધ જતા બનાવેને એક બીજાની સાથે મૂકવામાં આવ્યા છે અને બીજી કેટલીક જગ્યાએ તેમાં સહજ ફેરફાર કરીને બન્ને ગ્રંથને સુસંગત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે. આવા પ્રકારના પુનરાવર્તને બહુ મૂલ્યવાન ન જ ગણાય, પણ જિનમંડને ઘણા વિસ્તારથી ચિત્રરચના રજુ કરી છે, તેથી તેના પૂર્વગામી લેખકે એ જે હકીકત સંક્ષેપમાં જણાવી છે તેને વિસ્તારથી સમજવા માટે એ ગ્રંથ ઘણે ઉપયેગી નીવડે તેમ છે. એ ઉપરાંત એ ગ્રંથની બીજી પણ ઉપયુકતતા છે અને તે એ છે કે જિનમંડને કેટલાક વધારે પ્રાચીન ગ્રંથમાંથી ઉતારા આપ્યા છે અને તે ગ્રંથે સહેલાઈથી લભ્ય નથી. દાખલા તરીકે ગુજરાતના મહારાજા અજયપાળના દીવાન યશપાળે એક મેહરાજપરાજય” નામનું નાટક લખ્યું છે તેના તે ગ્રંથમાં ઉતારા છે. સદરહુ નાટક કુમારપાળ જૈન ધર્મમાં દાખલ થયા તેના માનમાં લખવામાં આવ્યું છે. અજયપાળનું રાજ્ય કુમારપાળ પછી તુરતજ થયું હતું અને એણે રાજ્યગાદી માત્ર ત્રણ વર્ષ જ ભેગવી હતી, તેથી નાટકમાં જે તારિખ આપવામાં આવી છે તે સમકાલીન મૂળને અંગે ગંભીર વિચારણાપૂર્વક ધ્યાનમાં લેવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com