SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) પ્રથમ મૂળ રાજશેખરમાં મળે છે. તે એ વાર્તાને નીચે પ્રમાણે કહે છે – જીવતાં પ્રાણીઓનાં જીવનરક્ષણસંબંધી કુમારપાળે ફરમાન બહાર પાડ્યાં પછી થોડે વખતે આ માસને શુકલપક્ષ આબે (અજવાળીયું). તે વખતે દેવી કટેશ્વરી અને બીજી દેવીઓના પૂજારીએાએ રાજાને જણાવ્યું કે– મહારાજ ! વલેના નિયમ પ્રમાણે રાજાએ સાતમને દિવસે સાત સે બકરાં અને સાત ભેંસા(પાડા) દેવીને આપવાં જોઈએ, આઠમને દિવસે આઠ સે બકરાં અને આઠ ભેંસે અને તેમને દિવસે નવ બકરાં અને નવ ભેંસા દેવીને ચઢાવવાં જોઈએ. રાજાએ જ્યારે આ હકીકત સાંભળી ત્યારે તે હેમચંદ્રપાસે ગયા અને તેને તે સર્વ વાત જણાવી. મહાન ગુરૂએ રાજાના કાનમાં કાંઈ વાત કરી, એટલે રાજા ઉભું થયું અને તેમને જે હક્ક હતે તે આપવાનું વચન આપ્યું. રાત્રે દેવીઓનાં મંદિરમાં જનાવરેને લઈ જવામાં આવ્યાં. પછી તેના દરવાજા મજબૂત બંધ કરવામાં આવ્યા અને વિશ્વાસુ રજપુતેને ચેકીઆત તરીકે ગોઠવવામાં આવ્યા. બીજે દિવસે સવારે રાજા પિતે મંદિર પાસે આવ્યું અને મંદિરના દરવાજા ઉઘડાવ્યા. મંદિરની વચ્ચે સર્વે જનાવરે ચરતાં હતાં અને પવન–વટેળીઆથી સુરક્ષિત સુવાના સ્થાનવડે તાજામાજા થયેલાં દેખાતાં હતાં. પછી રાજાએ કહ્યું-“પૂજારીઓ ! મેં તે દેવીઓને આ જનાવ ધરી દીધાં હતાં. જે દેવીઓની ઈચ્છા હોત તે તેઓને દેવીઓએ ખલાસ કરી નાખ્યાં હોત, પણ તેઓને પૂરાં કરવામાં આવ્યા નથી તેથી એમ જણાય છે કે કીઓ માંસમાં કોઈ પ્રકારો આનંદ લેતી નથી, પણ તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy