________________
( ૧૧ )
ભીમ(વ્યાયોગ)ની નીચે સહી કરતાં એના અંતભાગમાં રામચંદ્ર પિતાને માટે શાકવંજ એક સે કૃતિના કર્તા” શબ્દ વાપરે છે. એના ઉલ્લેખ ઉપરાંત પ્રબંધે જૂદે જૂદે પ્રસંગે ગુણચંદ્ર, યશશ્ચંદ્ર, બાલચંદ્ર અને ઉદયચંદ્રના નામને નિર્દેશ કરે છે. આમાંને ઉદયચંદ્રને ઉલેખ વ્યાકરણની બૃહદવૃત્તિના ઉપસંહારમાં પણ કરવામાં આવ્યા છે (નેટ ૩૪). અનેકાર્થ કેશની ટીકા ઉપર જણાવ્યું છે તેમ એક છઠ્ઠા શિષ્ય મહેંદ્રના અસ્તિત્વની સાક્ષી પૂરે છે અને કુમારવિહારની પ્રશસ્તિ આપણને વર્ધમાનગણિ નામના સાતમા શિષ્યને પરિચય કરાવે છે. પ્રચલિત દંતકથાઓ, અલબત, આવી નાની સંખ્યાથી સંતોષ પામતી નથી. અત્યારે પણ શાના ડાઘા વાળે એક પથ્થર અણહિલવાડમાં બતાવવામાં આવે છે અને એ પથ્થર ઉપર હેમચંદ્રને તકીએ રહેતું હતું એમ ધારવામાં આવે છે. જેનો કહે છે કે એની આસપાસ સે શિખે વીંટળાઈને બેસતા હતા અને ગુરૂમહારાજ જે કૃતિએ તેઓને લખાવતા હતા તે તેઓ લખી લેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com