________________
( ર ) તારૂં શોર્ય અપ્રતિહતપણે વિપુલિંગ ઉડાડે છે. અહે રાજન ! તું યુદ્ધદેવીને પતિ છે. શું તારી આબરૂ અપતિવ્રતા ચંડાલ સ્ત્રીની પેઠે પાલીની ભૂમિ ઉપર છુટથી નથી રખડતી?” - પાલીની જમીન એટલે પાલી નામના ગામની જમીન. એ પાલી એક છલો છે. રજપુતાનામાં જોધપુર અને અજમેરની વચ્ચે આવેલ છે. આ પંક્તિમાં સપાદલક્ષ અથવા સાકંભરીસંભારના રાજા અર્ણોરાજ ઉપરના કુમારપાળના વિજયને ઉલ્લેખ છે એમ આપણે સ્વીકારવું જ પડે.
આ ઉતારાને ગમે તે પ્રકારને ગણવામાં આવે, છતાં એમાંથી એક વાત ઉઘાડી રીતે પ્રાપ્ત થાય છે કે દેશીનામમાળા” ની ટીકામાં હેમચંદ્ર કુમારપાળની તે અને શૌર્યના જ. ખૂબ વખાણ ગાયા છે, પણ તેની જૈન ધર્મ તરફની શ્રદ્ધા અથવા સ્વીકારસંબંધી કાંઈ બોલતા નથી. આને લઇને આપણે વ્યાજબી રીતે એવું અનુમાન કરી શકીએ કે આ કૃતિ કરવામાં આવી ત્યારે હેમચંદ્રને કુમારપાળના દરબારમાં પ્રવેશ થયે હતું અને તેના જૈન ધર્મના સ્વીકારની પહેલાં આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. એટલા માટે આ સંગ્રહની ટીકાની કૃતિને કાળ વિક્રમ સંવત ૧૨૧૨-૧૫ લગભગ હવે જોઈએ. એ હકીકત રાજાની મહેરબાની મેળવવાની હેમચંદ્રની પદ્ધતિનું સૂચવન પણ આપણને કરે છે. પ્રથમ તે પિતાની દુન્યવી કળા અને વ્યવહારના જ્ઞાનનો ઉપયોગ પોતાને અનુકૂળ અસર ઉપજાવવા માટે કરે છે. તેના સુપરિચિત મુરબ્બી વાગૂભટદ્વારા રાજાસાથે ઓળખાણ થયા પછી તેણે કદાચ વિદ્વાન માણસની દરરોજ મળતી સભામાં હાજર રહેવાની પરવાનગી મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com