SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂઢ વિચારણું ચલાવે છે; લાલા લજપતરાય, પંડિત માલવિયા, જેવાઓ સાથે દેશ અને ધર્મોન્નતિની વિચારણાઓ કરે છે; રાવબહાદુર રણછોડભાઈ ઉદયરામ, શ્રી કેશવ હર્ષદ ધ્રુવ, કવિ સમ્રાટ ન્હાનાલાલ વગેરે જેવા સમર્થ સાહિત્યાચાર્યો સાથે ગુર્જરગિરાના ઉત્કર્ષના ઉપાયે ચર્ચે છે, જેનાચાર્યો, જેન સાધુઓ અને જેન નરનારીઓને શ્રી મહાવીરનો સંદેશો સમજાવે છે; અને પોતે સર્વથી અલિપ્ત બની નિજાનંદ મસ્તીમાં વધુને વધુ ડૂબતા જાય છે સાંપ્રદાયિક ભેદભાવની વાદિવાલે તેડી સૌ સંપ્રદાયના પ્રાણસમા આચાર્યો ને ભક્તો સાથે, પ્રભુ અને આત્માના અલખગાનની ધૂન મચાવે છે; શીધ્ર કવિત્વશક્તિ, ઉગ્ર તત્વચિંતન, સુકુમાર કલ્પનાશક્તિ અને ન્યાયતકેયુક્ત શાસ્ત્રપરિગામીપણાથી વિદ્વાનેને ચકિત કરે છે, રાત્રિદિવસ શંકાસમાધાન અને સ્વાનુભવજ્ઞાનામૃતની પરબે પોતાની તૃષા છીપાવવા જીવનમાર્ગના હજારો રસપિપાસુઓ તૃષાતુર બની આવે છે અને પિતાની તૃષા છીપાવે છે. આજીવન પગપાળા પર્યટન, ચાર્તુમાસમાં એક જ સ્થળે સ્થિરતા, અપરિગ્રહી કેઈ આપે તેજ વસ્તુ વાપરનાર)-સાધુઆચાર અને પોતાના શિષ્ય પરિવારના સંરક્ષક અને ત્યાગી. અવસ્થાના માત્ર વીસ વરસના જ કાલાવધિમાં બારસે, હજાર, પાંચસે પૃષ્ઠના ડેમી” સાઈઝના વેગ, અધ્યાત્મ, ઉપનિષદ, વૈરાગ્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સ્વદેશ, સધ, કુદરત વગેરે નાના મોટા શતાધિક ગ્રે થે લખી નાખે છે, ભજનના ભંડાર ખુલ્લા મૂકી દે છે અને કાવ્યોના કેકારવથી ગુર્જરેદ્યાન ગજવી મૂકે છે. હજારે ભક્તજિજ્ઞાસુઓ તેમની આસપાસ હંમેશાં સ્થળે સ્થળેથી આકર્ષાઈ આવી જ્ઞાનામૃતપિપાસાથી તેમના મુખચંદ્રના ચાતક બની રહે છે. અંત્યજેના મહારાજ, મુરિલમોના ઓલિયા, હિંદુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034839
Book TitleGurupad Puja
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherShamaldas Tuljaram Shah
Publication Year1926
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy