________________
શેઠ સેરાબજી જમશેદજી જીજીભાઈ ગ્રંથમાળાને
ઊપર્ઘાત ઈ. સ. ૧૮૬૪ માં મુંબાઈને મશહુર શેઠ સરાબજી જમશેદજી જીજીભાઈ અમદાવાદ પધાર્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના જુવાન માણસમાં બુદ્ધિનાં કામ કરવાની હેશ વધારવાને તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનાં ઉપયોગી કામને પુષ્ટિ આપવા સારૂ રૂ. ૨૫૦૦) એસાઈટીને સોંપ્યા હતા અને એવી ઈચ્છા જણાવી હતી કે તેની પ્રોમીસરી નોટ લઈ તેના વ્યાજમાંથી ઇનામ આપી શુદ્ધ ગુજરાતીમાં સારા નિબંધ તથા પુસ્તક રચાવવાં. તે પ્રમાણે આ ફંડમાંથી આજ સુધીમાં નીચેનાં પુસ્તકે તૈયાર કરાવી સાઈટીએ છપાવેલાં છે. (૧) ગુજરાતી ભાષાનો ઈતિહાસ (૩ જી આવૃત્તિ) (૨) દૈવજ્ઞ દર્પણ (૩) ગુજરાતના ભીખારીઓ (૪) ભિક્ષુક વિષે નિબંધ (૫) અર્થશાસ્ત્ર (૬) સ્ત્રી નીતિધર્મ (૫ મી આવૃત્તિ) (૭) ગુજરાતના ઉત્કર્ષનાં સાધન વિષે નિબંધ (૮) દુકાળ વિષે નિબંધ (૯) સેવિંગ બેંકની અગત્ય વિષે (૧૦) સ્થાનિક સ્વરાજ્ય (૧૧) અર્થશાસ્ત્રનાં મૂળતર (૩ જી આવૃત્તિ) (૧૨) જ્ઞાન વચન (૧૩) પ્રાચીન ભરતખંડને મહિમા (૧૪) પ્રેસિડંટ લીંકનનું ચરિત્ર (૧૫) મેહસિનીનાં નીતિવચને (૧૬) માલને પ્રવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com