________________
સ્વજને એમનાં પર રૂઠયાં રહેતાં. એતદર્થ એમને મારવાને વિષ પ્રયોગ પણ કરાયા હતા; પરન્તુ મીરાંના પરમેશ્વર રક્ષક હતા. સાસરીયાં અને પતિ સાથે વૈમનસ્ય થતાં જુદાં જ રહેતાં. ભજનાનંદમાં મગ્ન થઈ દૂર દૂર યાત્રાએ જતાં. વૃંદાવન અને દ્વારકાના પ્રત્યેક મંદિરમાં એમણે પિતે ગાન કર્યું હતું. જનતામાં એમનું ઘણું જ માન હતું અને જ્યાં
જ્યાં એઓ જતાં ત્યાં સરવે એમને અનન્ય ભક્ત માની એમને સત્કાર કરતા. આખરે રાણાજીને એમના સુચરિત્ર પ્રત્યે શંકા દર્શાવવાને લીધે પશ્ચાતાપ થયો હતો. એક દિવસે મહારાણું ભેજરાજે ભિક્ષુક વેશમાં ભગવાં વસ્ત્ર ધારણ કરી વૃંદાવનમાં મંદિરમાં જ્યાં મીરાંબાઈ હતાં, ત્યાં જઈ મીરાંબાઈ પાસે ભિક્ષા માગી. પ્રત્યુત્તર આપતાં મીરાંબાઈએ કહ્યું કે–“એક ભિક્ષુકી પાસે આશિર્વાદ સિવાય બીજું શું હોઈ શકે, જે આપને ભિક્ષામાં આપી શકાય.” ભોજરાજે ફરી કહ્યું “નહિ હૂમે મને દાન આપી શકે છે;” મીરાંએ પ્રશ્ન કર્યો “ કયી રીતે ?” “મહને ક્ષમા કરીને ” આમ કહી ભોજરાજે પોતાના ભગવાં વસ્ત્રો દૂર કર્યા. મીરાંબાઈએ એમને ઓળખ્યા અને ક્ષમા કરી અને રાણાજીની ઈચ્છાનુસાર પુનઃ ચિત્તોડગઢ પધાર્યા. એમણે “નરસિંહજીકા માયરા, ” “ ગીત ગેવિંદની ટીકા,” “સારા” પદ અને “રાગગોવિંદ” નામના ચાર ગ્રંથો લખ્યા છે. એમનાં પદે પ્રચલિત હેવાથી અને ઘણે મોઢે ગવાવાની પરંપરાથી એમની ભાષામાં ફેરફાર અને ઉમેરણ બહુ જ થયું છે. એમનાં કેટલાંક પદની ભાષા તે ફરતાં ફરતાં વર્તમાન ગુજરાતની બની ગઈ છે. એમની કવિતામાં શ્રીકૃષ્ણચંદ્રની પ્રગાઢ ભક્તિ ઝળકી રહી છે. અમારા મિત્ર જોધપુરવાળા સાક્ષર શ્રી મુન્શી દેવીપ્રસાદજી મીરાંબાઈના ત્રણ જ ગ્રંથો છે એમ માનતા. કુમારશ્રી ભેજરાજનું અવસાન એમના પિતાના જીવતાં જ થયું હતું.
મીરાંબાઈની ભક્તિની લેહથી એમના સ્વજને એમના પર રૂઠયાં હતાં તે સમયે એમણે ગૌસ્વામી તુલસીદાસજીને પિતાના વર્તનને અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com