________________
પ્રસ્તાવના (પહેલી આવૃત્તિ)
કહેવત એટલે ડહાપણવાળા મનુષ્યનાં વચનબાણ”
(હર્બર્ટ) દુનિયાની દરેક ભાષામાં વધારે ઓછી કહેવત એટલે ઊખાણું હોય છે, અને કહેવતોના અર્થ જુદા જુદા વિદ્વાન અને અનુભવી લેખકોએ જુદા જૂદા કીધા છે તે છતાં તેમાંથી સામાન્ય અર્થ તો એકનો એક જ નિકળે છે. કહેવત એટલે શું? જવાબ એટલો જ છે કે “પરંપરાથી લેકમાં કહેવાતાં બોધરૂપ, દૃષ્ટાંતરૂપ વાક્યો કે વચનો.” - દરેક ભાષામાં લખાણની શરૂઆત વહેતી થઈ તે પહેલાંથી જ પ્રજાનો અનુભવ અને ડહાપણુ કહેવતો તારા બહાર પડ્યાં છે. એ કહેવરૂપી ડહાપણું એક માણસને મહેડેથી બીજા માણસને હેડે એક જમાનાથી બીજા જમાનામાં વારસા તરીકે ઉતરતું આવેલું છે.
રીતભાતે, આચાર, વિચાર, ધર્મશ્રદ્ધા, વહેમ અને નીતિરીતિ ઉપર તે પ્રજાની કહેવત પ્રકાશ પાડે છે. પ્રજાની ઉપર જે ચીજે વધારે અસર કીધી હોય છે, તે કહેવત મારફતે પ્રકટ થાય છે.
નહિ લખેલા કાનુને અને પાઠો તરીકે ઘણાક ઉપયોગી હુન્નરઉદ્યોગની ચાવીઓ તરીકે કહેવતે એક મોડેથી બીજે છેડે અને એક જમાનાથી
૧ કહેવાનો અર્થ યુપીઅન વિદ્વાને આપણને નીચે પ્રમાણે સમજાવે છે “તત્વજ્ઞાનના ખંડેરેમાંથી ચુંટી કહાડેલા કકડાઓ, બચાવેલા ચોસલાંઓ.
(એરિસ્ટોટલ) “પ્રાચીન વખતના ટુંકાં વચનો અંદગીમાં વપરાયેલાં તે કહેવત. (એગ્રીફલા) “ડહાપણના કડકા.” (લોર્ડ ડઝરાયેલી) “લાંબા ડહાપણમાંથી ખેંચી કાઢેલા ટુંકા વાક્ય.” (સરવેન્ટીસ) “લેકેથી વારંવાર બેલાતાં ટુંકાં વાળે.” (ડેકટર જોનસન). “કર્તા વગરના વાક્યો આર્ચબીશપ નૈન્ય) “લોકેાની વાણી.” (હેવ) “વિચારના તત્વનું આકરું વચન.” (ટપુર)
એક માણસની સમયસૂચક્તા અને ઘણાનું ડહાપણુ.” (એમર્સન)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com