________________
કહેવતસંગ્રહ
Death de fies the doctor. There is no medicine against death. Dust thou art, and to dust shalt thou return. Death is deaf and hears no denial. ૪૦. દામ કરે કામ લીંડી કરે સલામ. ૩૩
(પૈસાના મહિમા વિષે). દામ કરે કામ લડી કરે સલામ. સકર્મીના સાળા ઘણું. કાકા મામા ગાવાના, પાસે હોય તો ખાવાના. સર્વે મુળ કાંચનમાત્ર થશે. મધ ત્યાં માખ. સુખના સાથી, દુઃખના વેરી. બધા દોલતની માંખ. દ્રવ્ય ત્યાં સર્વ. લીલા વનના સુડા ઘણું. ઘમઘમતી વહેલે સૌ બેસવા આવે. પૈસાના સૌ સગા. નમતે ત્રાજવે સૌ બેસે. સૌ જગતી તાપે, સૌ લીલાંનાં હરણું. સોનું દેખી મુનીવર ચળે. પૈસે દુનિયામાં પરમેશ્વર. દામકે સબ ગુલામ. સુખ સંપતિના સૌ સાથી. સુખે સાંભરે સોની, દુઃખે સાંભરે રામ. અને ત્યાં સુધી તનેનાં. હાથ પિલે તે જગ ગેલો. જર બસિયાર, મરદ સિયાર. ખીસા તરતે ચાહે સે કર. દુઃખમાં સાથી રામ. પૈસા હોય તો છેક ઘુઘરે રમે. કરી દેખે આખી, ત્યારે બોલે બાવો ખાખી. જારને જુહાર.' ગાંઠે હેય જર, સૌ પૂછે ધર. જર કરે દરિયામાં ઘર. ગાંઠે હોય ધન, સૌ હાજર જન. દેહરા-માયાકુ માયા મીલે, કરકે લંબે હાથ;
તુલસીદાસ ગરીબકી, કેઈન પૂછે બાત. સબ સહાય સબલકે, કેઈન નિર્બલ સહાય; પવન જગાવત આગવું, દીપક દેત બુઝાય.
७८ ૧ સકમની વહુને સો “બા” કહી બોલાવે ને તેના ભાઈ ઘણા થાય. ૨ દેવતા સળગતો હોય તેવી સગડી. ૩ કોઠીમાં જાર-પૈસે. ૪ કરી જામનગર, કચ્છ, પોરબંદર, જુનાગઢમાં રૂપાને એ નામને શિક ચાલતું હતું. ૫ જાર–ઠીમાં જાર કે ઘરમાં નાણું. ૬ આગ જબર છે તેને પવન મદદ કરીને વધારે જગાવે છે, પણ દીવો નિર્બળ છે તેથી એલવી નાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com