________________
કહેવત સંગ્રહ
૬. ઘરનાં ઉડ્યાં વનમાં ગયાં વનમાં ઉઠી લાહ્ય. ઊલમાંથી
નીકળી ચૂલમાં પડ્યા. ૧૨ (એક દુઃખમાંથી છુટવા જતાં બીજું દુઃખ આવે છે તે વિષે.) ઘરનાં ઉઠયાં વનમાં ગયાં, વનમાં લાગી લાહ્ય. ઊલમાંથી નીકળી ચૂલમાં પડ્યાં. અલા ગઈ ને બેલા આવી. ઘરમાં ખાધે રાંડે, ને બહાર ખાધો ભૂતે. કફનાડુ ગાય ને મેખમારૂ આવ્યો. ભૂત મરે ત્યાં પલીત જાગે. સુખને માટે સાસરે ગઈ ત્યાં દુઃખનાં ઉગ્યાં ઝાડ. સાત (અથવા નવ) સાંધે ત્યાં તેર તૂટે. કાળી કુતરીને કાને કીડા, એક ગઈ ને બીજી પીડા. અવાડામાંથી નીકળી કૂવામાં પડવું.
શયતાનસે કીતનાહી દુર ભાગે,
મગર કમબખ્ત આગેકા આગે. દેહરે-ઘરનાં ઉક્યાં વન ગયાં, વનમાં ઊઠી લ્હાય;
ઊલેથી ચુલે પડ્યાં, કર્મ પ્રમાણે થાય. Out of the frying pan into the fire . From bad to worse.
The thrush avoiding a trap, fell into birdlime. ૭, ઉદ્યોગ સારાં નસીબનું મૂળ છે. ધંધે કરે તે ધાન્ય મળે. ૧૬
(ઉદ્યોગ કરવા વિષે.) ઉદ્યોગ સારાં નસીબનું મૂળ છે. ધંધે કર્યો ધાન્ય મળે. હલાવ્યા વગર ધાન પણ દાઝે. હાથપગ હલાવીએ ત્યારે રોટલો મળે. ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે. ચાકરી કરતાં ભાખરી મળે. હાથ હલાવ્યા વગર કેળીઓ પણ મહેમાં પેસે નહીં. ચાકરી કરતાં ભાખરી પામે રૂડી પેર કરે સેવા તો મળે મીઠા મેવા.
જ્યારે વળે પરસે ત્યારે મળે મેવો, ઉદ્યમથી દારિ ઘટે. પ્રયત્ન પ્રભુ સહાય. પુરૂષ પ્રયત્ન, ઈશ્વર કૃપા. ઉદ્યોગ આગળ બધી ચીજ આસાન છે, હિમતે મરદને મદદે ખુદા.
સુધરી નામનું એક પક્ષી થાય છે તે તરણું ચીરી તેની સળીઓ બનાવી ઝાડ ઉપર તેના માળા બાંધે છે, તે લટકતા રહે છે, તેમાં જુદા જુદા ખંડ કરે છે. તે વિષે કવિએ કહ્યું છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com