________________
૩૫૬
કહેવતસંગ્રહ
માખણમાંથી વાળો ખેંચે તેવો ઝીણો છે.' માગનારને વાયદે, પણ પેટને વાયદો ન થાય. માગ્યાં ઘીના ચુરમાં, તે જેવાં તેવાજ થાય. માટીની સાનક, પણ રોટીનું થાનક, માણસનું ચામ, ને જુઠાનાં વચન, કશા કામનાં નહીં, માણસને કસવાને પંથ કે પાડોસ. માણાંનું રાંધે ત્યારે પવાલાનું દાઝે. માગ્યા મેહ વરસ્યા. માગ્યા મેહ વરસે નહીં. માગ્યાં મત પણ નથી આવતાં. માગે તાગે ઘર ચાલે તો ખસમ કરે હારી બેલા.
માણસમું કસક કસોટી છે, રજપુતકુ કસને અફીમકી ગોટી હે,
ગવૈકુ કનેકુ રાગ ઝીંઝેટી હે, ગમારકુ કનેકુ ભાંગકી લેટી હે. માણસની ઓળમાં નહીં તેને શું કહેવું માણસમાં લેવાય કે વગડામાં લેવાય. માણસમાં ચાડીઓ, ને જાનવરમાં હાડીઓ.’ માનતા ચઢાવ્યા વગર દેવ પણ ફળે નહીં. માનથી બધા ગુણ ગળી જાય. માન્યા કરતાં પકડું સારૂં. માન્યો ચોર મરે નહીં. મામા ફુઈનાં, તે વહાલાં મુઈનાં. માર્ગમાં એમ પડ્યું છે; એમ શું માર્ગમાં બેઠા છીએ. માર માર્યો ભૂલાય, પણ કટુ વચન ન ભૂલાય ? માર્યા પહેલાં તેબાં નહીં, ને વરસાદ પહેલાં વાવણું નહીં. મારા ગામને એવો રાહ, કે, પહેલી અઘરણી પછી વિવાહ.
મારી શીયળવતી નાર, હારી ચુંદડી લેલાડ; દહીં ને હંમરે ઝાડ, હું જીવતા ધણના દાંત શીદ પાડ? મારું ગાયું ગાય રે બાઈ ગોરાંદે.
૧ દૂધમાંથી પુરા કહેડે તેવો છે. ૨ માણું દશેરનું માપ અનાજ માપવાનું હોય છે તેમાં પવાલું એટલે પાશેરનું માપ થાય છે તેટલું છે એ ભાવાર્થ છે. ૩ અઢાર વરણુ હારે. ૪ હાડીએ કાગડે. ૫ ગુહા કબુલ કરેલા, ૬ કે, જોઈએ પણ પ્રાસ સારૂ ડ વપરાય છે. ૭ ઝાડવું ઉતાવળું ખાવું.
એક સ્ત્રી પિતાના પતિ ઉપર અંતરમાં સ્નેહ હશે, તે કરતાં વધારે નેહ, બતાવતી હતી ને કહેતી હતી કે તમારા વગર મારા પ્રાણુ રહે તેવું નથી. આ વાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com