________________
૨૪
કહેવતસંગ્રહ
મન દેખી મેહેમાન આવે. માગીને પણ મેહેમાન સાચવો. મેહેમાનને અચે, ખમે તે કાંઈ કાચા પોચાનું કામ નથી. મેહેમાન દિવસવાળાને ઘેર હોય. દેહરા-ભાણ ખડ ખડ ને લેહ જડ, આવતડાં પઈ;
એટલાં વાનાં જાળવે, જેનાં વજરમે હઈઆર ૬૯ ચડતા દિનું પારખું, ઘેર આવે મેહેમાન;
પડતા દિનું પારખું, ઘેર ન આવે શ્વાન. ૬૧૦ સેર–આવતડાં એંધાણ, મળવામાં માઠપ કરે;
એ શું પાથરશે પ્રાણુ, સાચું સોરઠીઓ ભણે. ૬૧૧ ૭૨૫. નફટ મેહેમાન તે જ ઘરધણી હોય તે વિષે. ૫ મેહેમાન આવ્યા, મળ્યા, બેઠા એટલે ઘરધણી બેલે છે, ભાઈ જમીને આવ્યા છે, માટે પાણીને લોટો લાવો.” મેહેમાન બોલ્યો, “માંહે દાતણ નાંખતાં આવજે.”
મહેમાન આવ્યા, એટલે ઘરધણીએ રોટલો ઘડી તાવડીમાં નાંખ્યો, તે વખતે બેલ્યો. “ચડ રોટી ચાર માસ.” એટલે મેહેમાન બોલે, “બેસ ગાં– બાર માસ.”
હસતાંએ પરાણો, ને રાતાંએ પરણે. આવ્યા છે તે ખાધા વગર કાંઈ જશે ?
૧ પઇ-મેહેમાન. ૨ વજરમેવમય, કઠણ, દઢ. ૩ મળવામાં ઠંડે રહે એ આવકારની નિશાની. ૪ પ્રાણને દુઃખ દેઈશું મેમાની કરે? આવકારની નિશાનીમાં મળવામાં વાર લગાડે અગર ઠંડાઈ દેખાડે તે માણસ પોતાના પ્રાણ પાથરીને શું મહેમાની કરે? એમ સાચું સેરડીઓ કહે છે.
એક ગૃહસ્થને ઘેર પણે આવ્યું તે સવારના જમવાને વખતની લગભગમાં આવ્યું. ઘરધણું આવકાર દઇને મળ્યા, કુશળ સમાચાર પૂછી બેઠા એટલે ઘરધણુએ કહ્યું કે, “મેહેમાન જમીને આવ્યા હશે માટે પાણીને લેટો ભરી લાવે, ત્યારે મેહેમાન બે કે, “માંહે દાતણ નાખતાં આવજે.” તે એમ બતાવવાનું કે દાતણ સરખું કર્યું નથી, તે જગ્યા તો ક્યાંથી હેય જ, ત્યારે ઘરધણુને ફરજ પડવાથી પણાને જમાડે પડ્યો.
ઘરધણી કહે છે “મેહેમાન જમીને આવ્યા હશે માટે પીવાનું પાણી લાવો.” મેહેમાન કહે છે “માહે દાતણ નાખતાં આવજો.” દાતણ કર્યા પછી કાંઈ ખવાય એ નિયમ હિંદુસ્તાનમાં છે.
બીજી વાત એક દરજીને ઘેર મેહેમાન આવ્યા ત્યારે ઘરધણી તથા તેની સ્ત્રી બહાર ગયાં એટલે મેહેમાન પણ બહાર નીકળ્યા ને ફળના બારણાની સાંકળ ચડાવી ત્યારે ઘરધણુ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com