________________
કહેવત સંગ્રહ
૧૫૭. મેહ ને મેમાન કેટલા દહાડા? ૬
મેહ ને મેમાન કેટલા દહાડા ? ખાધું ધાન ને ઉતર્યું માન. , ખાધું એટલે ભોંય ખાલી. એક દિન મહેમાન, દુસરે દિન મહેમાન, તીસરે દિન બલાયે જાન.
(મેમાન આવે ત્યારે.) પહેલે દિવસ ઝબળ, બીજે દિવસ ચોપડી, ત્રીજે દિવસ સુખતળી. જોડકણું–પહેલે દિવસ પરે, બીજે દિવસ પછી
ત્રીજે દિવસ રહે, તેની અક્કલ ગઈ Constant guest is seldom welcomed. Short visits and seldom are best.
Fresh fish and unwelcome guests smell when they are three days old. ૧૫૮. અતિ પરિચયાદનાદરે ભવતિ. ૨૨
બહુ ભેળસારાથી માન ઘટે છે તે વિષે. અતિ પરિચયાદનાદરો ભવતિ. બહુ ભેળીસારાથી અનાદર થાય છે. ચંદનમુ ઈધન કરત, મલયાવાસી ભીલ. કળ્યો કેયડે કેડીનું મૂલ. કળેલો પંથ ટુંકે જણાય. આઘા રહેથી હેત વધે. આઘેનાને તેડ તેડ, પાસેનાને છેડ છે. પાસે રહ્યું પાંચ ગણું, ને દૂર રહે દશ ગણું. ગામની છોકરી, ને પરગામની લાડી. દુર રહ્યાને મહિમા છે. પાસે વસ્યું ને ગાં– ઘસ્યું. ઘરકા પીરને તેલને મલીદો. ઘરકી મુરગી દાલ બરાબર. ઘરકા બમન બેલ બરાબર ગામનો જોગી જોગટ, ને પરગામને સિદ્ધ. કાશીવાળાને દ્વારિકાનું માહાસ્ય અને દ્વારિકાવાળાને કાશીનું. ગોલને દરબાર" ઢીંચણ સો. ઘરની ઘુસ, સઉ કરે પુસ. રોજ કરે આવજાવ, તેનો કોઈ ન પૂછે ભાવ.
ઘરનો માણસ, ઘરને ગેર; અને ગામનું તીર્થ એ ત્રણેના સરે ન અર્થ. * ૧ ટલી ધીમાં બોળીને પલાળેલી. ૨ હાથ ધીમાં બાળ રેલીને ઘસેલી તેવી.
ડાનું તળું પગમાં ખુચે નહીં માટે ચામડાને કડકે જેડામાં મૂકે તે સુખતળી. ૪ મલયાચળ પર્વતમાં ચંદનનાં જ લાકડાં થાય છે, તેથી તે પર્વતના રહેવાસી ભીલ તેને બાળવાના કામમાં વાપરે છે. ૫ બીજા લેકેને દરબારમાં જવાનું ઉચું લાગે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com