SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઓકારવાળાં રૂપે કરતાં જૂના ગ્રંથમાં લખાયેલાં કાર ઉકારવાળાં રૂપો વધારે શુદ્ધ અને વધારે કમળ માનીને તેમણે જૂની ગુજરાતીના શબ્દ અને જૂની ગુજરાતીનાં રૂપે વાપરવાનું વાજબી ધાર્યું હોય એ બનવાજોગ છે. નવી ગુજરાતીના જૈન કવિઓ માટે આ વાત આટલી ખરી છે પણ જૂની ગુજરાતીના જૈનમંવિઓ માટે તેમ કહી -શકાય એવું નથી. જૂની ગુજરાતીના કાળના બ્રાહ્મણ કે જેન હરકોઈ કવિનાં કાવ્ય એક સરખાં છે. કદાચ નકવિઓ કાવ્યમાં અપભ્રંશ કે પ્રાકૃત શબ્દો વધારે વાપરતા હશે, ને બ્રાહ્મણુકવીઓ સંસ્કૃત શબ્દ વધારે વાપરતા હશે; પણ અપભ્રંશ' પ્રાકૃત - તરફ અણગમે બેમાંથી એકેને નથી. અપભ્રંશ પ્રાકૃત એ કાળે ઉતરી ગયેલી ભાષા હતી, પણ એનું સાહિત્ય લેકોક્તિઓ અને પુસ્તકમાં હયાત હતું. અપભ્રંશ પ્રાકૃત આપણને જેટલી અજાણું લાગે છે તેટલી તે કાળના લોકોને અજાણી લાગતી નહોતી. ઉલટી સંસ્કૃત કરતાં તે વધારે પરિચિત ભાષા હતી. જેનકવિઓ પાસે એ ભાષાને બહોળો સંગ્રહ હતો અને તેના તેઓ અભ્યાસી હતા, એથી કાવ્યમાં વ્યાવહારિક શબ્દો ઉપરાંતના શબ્દો જોઈએ તે તેઓ ચોથી પેઢીની સંસ્કૃત ભાષામાં લેવાને બદલે સગી મા અપભ્રંશ કે વડીઆઈ પ્રાકૃતમાથી વધારે લેતા હોય તો તે બનવાજોગ છે. મને નથી લાગતું કે આમ કરવા માટે જૈનકવિઓ દોષપાત્ર હોય અથવા એમની ભાષા તે ગુજરાતી ભાષા નથી એમ કહેવું યોગ્ય હેય. મુસલમાની રાજ્યકાળ પહેલાં બ્રાહ્મણ ગ્રંથકારો ધર્મ અને વિદ્યાસંબંધીના સર્વ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચતા હતા. વિક્રમસંવતના છઠ્ઠા સૈકા પછી જૈનગ્રંથકારે પણ સંસ્કૃત ઉપર વળી ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy