________________
મળતી છે અને પ્રાકૃતના પટાની બીજી બધી ભાષાઓ પણ મળતી છે.*
જૈન ગ્રંથોમાં જણાવવા પ્રમાણે સંવત ૫૧૦ માં વલભીપુરમાં મળેલી જૈનપરિષદે જૈનગ્રંથે પુસ્તકારૂઢ કર્યા. સમર્થ ભાષાશાસ્ત્રી પ્રોફેસર વેબર કહે છે કે જૈનસત્રો આ વખતે સ્થાનિક ભાષાનું રૂપ પામ્યાં. મહાવીર સ્વામીની જન્મભૂમિ મગધમાં હતી પણ એમણે જે ઉપદેશ આપ્યો હતો તે સૂત્ર રૂપે આયો નહોતે. વાર્તા રૂપે એમણે કરેલે ઉપદેશ એમના ગણધરોએ સૂત્રો રૂપે હતું. એમ માનવામાં આવે છે કે મગધમાં મળેલી પહેલી જૈનપરિષદે માગધી ભાષામાં સૂત્રસંગ્રહ કર્યો હતો. પ્રો. વેબર કહે છે કે વલભીપુર પરિપદે એ સૂત્રોને સ્થાનિકભાષાનું રૂપ આપ્યું. પિતાના સિદ્ધાંત અભણ લેકે, સ્ત્રીઓ અને બાળકે સુદ્ધાં સર્વ સમજી શકે એવી ભાષામાં ધર્મોપદેશ થવો જોઇએ, એવો બૌદ્ધ અને જૈનધર્મ પ્રવર્તકને ખાસ આગ્રહ હતા. એ આગ્રહને અનુસરીને વલભીપુરની પરિષદે જૈનગ્રંથને સ્થાનિક ભાષાનું રૂપ આપ્યું હોય એ બનવાજોગ છે.
| વિવાદને ખાતર એમ માનીએ કે જૈનસૂત્રોની ભાષા તે ગુજરાતી પ્રાકૃત નહિ પણ માગધી અથવા બીજી કોઈ પ્રાકૃત છે, તેપણું પરિણામમાં આપણે માટે કંઈ મેટ ફેર પડવાને નથી. બધી. પ્રાકૃત લગભગ મળતી હતી અને બધા પ્રકારની પ્રાકૃત બોલનારી પ્રજા સાથે આપણો સંબંધ હતા. સંબંધ હતો એટલું જ નહી પણ જુદા જુદા પ્રાન્તવાસીઓનું ગુજરાત વાસસ્થાન હતું. જુદી જુદી
• જિનકીતિસૂરિકૃત “પક્ષાષા સ્તવન નામના છત્રીસ ટુંકના કાવ્યમાં છે એ પ્રાકૃત ભાષાઓની છ ટુંક આપીને એ. ભાષાઓનું સ્વરૂપ સ્પષ્ટ બતાવ્યું છે. એ કાવ્ય પૂરતા વિવેચન સાથે હું જાઉં પસિદ્ધ કરીશ..
૧. પુસ્તકપર ચઢાવ્યા-લખ્યા. ૨. ગુજરાતી પ્રાકૃત–તે કાળની લોકભાષા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com