________________
વરસચિને “પ્રાકૃતપ્રકાશ”, માર્કડેયનું “પ્રાકૃત સર્વસ્વ” વરદરાજની “પ્રાકૃતસંજીવિની” આ બધાં પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃત*પીંગળનાં નામ લેતાં આપણે ખાત્રીથી કહી શકીએ કે એ કાળની લોકભાષામાં લૌકિસાહિત્ય હોવું જોઈએ. મહારાષ્ટ્ર પ્રાકૃતિનું
ગાથા સપ્તશતી” કાવ્ય પ્રસિદ્ધ થયું છે. દંડી કવિના કહેવાથી આપણે જાણીએ છીએ કે “સેતુબંધ” અથવા “દશમુખવધ’ કાવ્ય મહારાષ્ટ્ર પ્રાકૃતમાં છે. “મહાપુરૂપ પ્રબંધ” માં પ્રાકૃત ભાષાના વજાલય મહાકાવ્ય” નું નામ આવે છે; આ મહારાષ્ટ્રી પ્રાકૃતની. પેઠે બીજી પ્રાન્તિક પ્રાકૃતભાષાનું સાહિત્ય પણ અવશ્ય હોવું જોઈએ. દક્ષિણના કરતાં ઉત્તરભારતને રાજકીય ઉથલપાથલ વધારે સહન કરવી પડી છે, એવા કાળમાં નિરૂપાગી લાગતા સાહિત્યને સાચવી રાખવાની કોઈએ કાળજી કરી ન હોય એ સ્વાભાવિક છે, છતાં હજુ પણ જે કાળજી રાખવામાં આવે તો તેમને કંઇક અવશેષ હાથ લાગવાનો સંભવ છે. જૈને પાસે એ ભાષાના સાહિત્યને બહેળો સંગ્રહ છે અને ભાષાના ઐતિહાસિક સ્વરૂપ તરીકે તે ઘણે. ઉપયોગી થઈ શકે તેવા છે, પણ “આ તે જૈનભાષા છે” એમ. કહીને આપણે તેના તરફ દુર્લક્ષ કરીએ છીએ. ઇતિહાસના પ્રકાશને અભાવે જૈનગ્રંથની ભાષા સાથે આપણી ભાષાને સંબંધ કેવા પ્રકા-- રને છે તે આપણે જાણતા નથી, “ જૈનભાષા” તરીકે આપણે તેને ઓળખીએ છીએ અને તેનાથી દૂર રહીએ છીએ.
મૃતભાષાનું સ્વરૂપ તે ભાષાના કાળે રચાયેલા સાહિત્યમાં જોઈ શકાય. મને લાગે છે કે બ્રાહ્મણવર્ગના લોકો
માત્રા પીંગળ' નામના પ્રા ત પીંગળની તટ પ્રતિ મારી પાસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com