SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલું ન હોવાથી વ્યુત્પત્તિ કરવાના પ્રસંગે તેઓ ગુજરાતી ઉપરથી બારેબાર સંસ્કૃતને પકડવા જાય છે અને એમ કરતાં હાથમાં ન આવે તે જતું કરીને ચલાવી લેવામાં આવે છે. ભાષા એ પ્રજાજીવનનાં ચાર અંગોમાંનું એક અંગ હેવાથી પ્રજાના સામાજીક ઈતિહાસના જેવું ભાષાના ઈતિહાસનું પણ મહત્ત્વ. છે. ભાષાનો ઈતિહાસ વિખૂટા પડેલા લેકે વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડે છે, મૂળ પ્રજામાં પાછળથી ભેળાયેલા લેકે વિષે માહિતી આપે છે. પ્રજાના આચારવિચાર, ધંધાઉદ્યોગ, ધર્મભાવના, સુધારણા અને મનોવૃત્તિઓનું વલણ ભાષાના ઈતિહાસ ઉપરથી પરખાય છે.. ભાષાને ઇતિહાસ પ્રજા જીવનની અનેક ગુંચ ઉકેલવામાં સહાયભૂત થઈ પડે છે. ધર્મગ્રંથમાં સચવાઈ રહેલી વૈદિક અને સંસ્કૃતભાષા જેમ આર્યધર્મ અને આર્યપ્રજાના પ્રાચીન ઐક્ય ઉપર પ્રકાશ પાડે છે, તેમ મધ્યકાલીન પ્રાકૃત ભાષા જુદા જુદા પ્રાન્તોના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડે છે. દ્રાવિડીઅન ભાષાઓ બાદ કરતાં ભરતખંડની સર્વ પ્રાન્તિક ભાષાઓને ઈતિહાસ વૈદિકભાષાથી શરૂ થાય છે. વૈદિકકાળમાંજ ૨ અને ૫ જેવા વર્ણોને ઉચ્ચાર જુદા જુદા સ્થાનમાં વસતા ઋષિઓ જુદે જુદે કરતા હતા. વૈદિકભાષામાં ઉચ્ચારભેદની વિકૃતિ ઓ કાળથી જ શરૂ થઈ હતી. આર્યપ્રજાને ફેલાવો થતો ગયો અને અનાર્ય કે સાથે તેમને સંસર્ગ વધતો ગયો તેમ તેમ તેમની ભાષા વધારે વિકૃત થતી ગઈ. વિક્રમ સંવત્ પૂર્વે આઠમા નવમા સૈકામાં થયેલા પાણિનિ મુનિએ અધ્યાયી વ્યાકરણ રચ્યું, તેને હેતુ એ પણ હતો કે ઉચ્ચારભેદથી ભાષાને બગડતી અટકાવી આ ઉચ્ચારભેદ અને વિક્રમસંવત પહેલાં પાંચશે વર્ષ ઉપર પાલિભાષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy