________________
૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે...
ચિહ્ન) ધરનારા નરેમાં પ્રવર (શ્રેષ્ઠ) પુરૂષાર્થ કરનારામાં શ્રેષ્ઠ પુરૂષમાં સિંહ માફક બળવાન (તેજસ્વી) પુરૂષમાં આસીવિષ (સર્પ) જેવા પુરૂષોમાં શ્રેષ્ટ પુંડરીક કમળ જેવા તથા ગંધહસ્તી જેવા આઢય (શ્રીમંત) દિસવિત્ત (
રાજ્ય સામગ્રી) વાળા વિસ્તીણ વિપુલ ભવન શયન આસનયાન વાહન વિગેરેથી યુક્ત ઘણા ધન સુવર્ણ ચાંદી આગ (પ્રાપ્તિ) પ્રગથી યુક્ત અને જેને ઘેર હમેશાં ઘણું અન્નપાણી આવેલા અભ્યાગતને ખાવા અપાય છે તેવી દાનશાળાવાળા તથા જેને ઘણી દાસીઓ તથા દાસ ગાય ભેંસે ગલગ ઘેટાં વિગેરે)થી ભરેલ, તથા પુષ્કળ ભરેલા ખજાના કોઠાર આયુધ (શસ્ત્ર)ના ભંડારવાળા બળવાન દુર્બલેના રક્ષક ગુપ્ત શત્રુ રૂપકંટક દૂર કરેલા સામે થનારને હણનારા નિસ્તે જ કરી નાંખેલા તથા શોધી શેાધીને તેવાને દૂર કરેલા જેથી તેમનું નામ નથી, વળી પ્રકટ સામે થનારા શત્રુને તે પ્રમાણે હરાવી હણું નિસ્તેજ કરી ઉદ્ધાર કરી જીતી લઈ પરાભવ કરીને એક છત્રવાળું રાજ કરનારા જેમના પુણ્યદયથી દુકાળ રેગ ભય દૂર થયેલ છે, અને જેમ ઉડ્વાઈ સૂત્રમાં બીજાં ઉત્તમ વિશેષણે છે, તેવા, પ્રશાંત જેને થયો છે ડિબ દુશ્મનના ભય તથા ડમર–પોતાના રાજ્યમાં બળા નથી તેવું નિરૂપમ નિરૂપાધિક રાજ્ય ભોગવતા વિચરે છે, હવે તે રાજાની
પર્મદાનું વર્ણન કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com