________________
પ્રસ્તાવના
હાલના શિક્ષણમાં ભંગાળનું સ્થાન
હિન્દના આધુનિક શિક્ષણમાં ભૂંગાળના વિષય તરફ પૂરતું ધ્યાન અપાતું નથી. પ્રાથમિક શાળાઓમાં હજી ભૂંગાળનું શિક્ષણુ માત્ર શહેરા, નદીએ કે પાનાં નામ અને તે ક્યાં આવેલાં છે તે ગેાખાવવામાં જ સમાપ્ત થાય છે. માધ્યમિક શાળાઓમાં પણ ઘણું ભાગે એ જ પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. પરિણામ એ આવે છે કે નામ ગાખવા ટેવાઈ ગયેલા વિદ્યાથીને પર્વત, નદી કે અન્ય પ્રાકૃતિક રચનાની વ્યાવહારિક ઉપયોગિતા સમજાતી નથી અને નકશા ઉપર ઝડપથી સ્થળેા બતાવવા ટેવાઈ ગયેલા વિદ્યાથીને તે સ્થળ કઈ દિશામાં આવેલું છે, અથવા તા કેવી રીતે ત્યાં જઈ શકાય છે તેનું ભાન થતું નથી. શાળાના આવી જાતના અભ્યાસક્રમથી ભૂંગાળના વિષય તદ્દન રસહીન અને અપ્રિય અને તેમાં કંઈ આશ્ચય નથી. આ સ્થિતિ માટે જેટલા હાલની શિક્ષણુશૈલીના દોષ છે તેટલે દોષ શાળાઓમાં ભૂગાળ શિખવતા શિક્ષકોના પણ છે. યુનિવર્સિટી તરફથી અપાતી કેળવણીમાં જૂદી જૂદી ભાષા, ગણિત, તત્ત્વજ્ઞાન, ઋતિહાસ વગેરે વિષયે પ્રત્યે ઘણું ધ્યાન આપવામાં આવે છે, પરન્તુ પ્રાકૃતિ પરિસ્થિતિની વ્યાવહારિક ઉપયેાગિતા શિખવતી ભૂગાળવિજ્ઞાની ઘણી જ અવગણના થાય છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભૂગાળના વિષયને દાખલ કરવાની જેટલી . હાલ આવશ્યક્તા છે તેથી ખ વધારે ભૂગાળશિક્ષણની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com