________________
ઉત્તર ગુજરાતના સપાટ મેદાનના પ્રદેશ
[ ૩૫
""
અદ્રશ્ય થયેલી આ ખડસ્થ મહાનદી સરસ્વતી કે જે પેાતાની સાત સાત શાખાઓ સહિત સ્વતંત્ર રીતે સમુદ્રને મળતી તેને વધારે લાગુ પડે છે. વડવાનળ અથવા જ્વાળામુખી અને ધરતીક`પને લીધે અને અતિવૃષ્ટિને લીધે પશ્ચિમ હિંદની નદીઓમાં જે મેટા ફેરફાર થયે! તેમાં કેટલીક મેટી નદીઓના પ્રવાહ બદલાયા, ઉપરાંત કેટલીક નદીઓના ટુકડા પણ થઈ ગયા. સરસ્વતી આખીએ લુપ્ત થઈ ગયાથી એને મળનારી કેટલીક નદીએ સિંધુ અને કેટલીક ગંગાને મળી. નીચાણના રેતાળ પ્રદેશમાં એના ટુકડા પણ થઈ ગયા અને ગુજરાતમાં બનાસ, પાટણની સરસ્વતી, સાબરમતી વગેરે નદીએ અની ગઈ ૧
શ્રીયુત રત્નમણિરાવ આ બાબતમાં ઘણી વજુદભરી દલીલે રજી કરે છે. ગુજરાત અને કાઠીયાવાડ વચ્ચેના નળકાંઠે દરીયાઈ ખાડી ને બદલે સૂકાયેલી નદીના ( સરસ્વતી ) પટ જ હોવા જોઇએ, અને ખંભાતના અખાત પોતે જ સરસ્વતીનું પહેાળું થઇ ગયેલું મુખ છે. કારણ કે અખાતમાં આવેલા પીરમ બેટના અશ્મીભૂત અવશેષો અને ભૂસ્તરશાસ્ત્રના આધારથી સિદ્ધ થાય છે કે તે કાઈ નદીનું પહેાળુ થઇ ગયેલું મુખ જ છે. વૈદિક સમયની સરસ્વતીના ઉપર આવેલાં તીથૅના નામનાં સ્થળેા પણ તેના નાશ પામેલા પ્રવાહની નજીકમાં મળી આવે છે. જેમકે ઢિયારમાં શંખપુર, સાબરમતીને કાંઠે સામતી, ખંભાતના અખાતને કાંઠે ભાવનગર પાસે નાગનિષ્ઠ અને ભાવનગરનું શિહાર ( સારસ્વતપુર ) ગામ પૈારાણિક પરંપરાને વધારે ટકા આપે છે.૨ હિમાલયમાંથી નીકળીને પશ્ચિમ હિન્દના રણમાં વહેતી આ દરીયા જેવા મેાટા પ્રવાહવાળી સરસ્વતી નદી એક વખત ખંભાતના અખાત રૂપે અરબી સમુદ્રને મળતી, પણ આજે માત્ર તેના પટ રહ્યો છે.
..
૧. રત્નમણિરાવ ભીમરાવ, ખાવાયેલી નદી ”, પ્રસ્થાનના કાર્તિક અંક (૧૯૮૦), પા. ૧૪. ૧૫.
૨.
૧૭. ૨૨.
""
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com