________________
૩૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ૭૪૪ પૂર્વ રેખાંશની વચ્ચમાં ગુજરાતના વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ હિન્દના શિરેમણિ સમ આ ગુજરાત જેકે ઈલાકાને એક વિભાગ છે પણ વિસ્તારમાં યુરેપના સ્વતંત્ર દેશ જેવડો છે. કુદરતી વિભાગે
ગુજરાતની ભૂતલરચના દર્શાવતો નકશો જોવાથી ખ્યાલ આવશે કે તેના પ્રાકૃતિક સ્વરૂપ પ્રમાણે નીચેના કુદરતી વિભાગો થિઈ શકે?
(૧) ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ (૨) મધ્ય ગુજરાત અથવા ચરોતરને ફળદ્રુપ પ્રદેશ (૩) મહી, નર્મદા અને તાપીના વહેણવાળા પ્રદેશ (૪) પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ (૫) દક્ષિણ ગુજરાતને ઝાડીવાળો પ્રદેશ (૬) કચ્છને રેતાળ પ્રદેશ (૭) કાઠીયાવાડને ડુંગરાળ દ્વીપકલ્પ
ઉપર્યુક્ત કુદરતી વિભાગોમાં સામાન્ય રીતે પ્રાકૃતિક પરિસ્થિતિ એક જ પ્રકારની જોવામાં આવતી નથી. ઉત્તર ગુજરાતની ભૂમિ રેતાળ તથા સપાટ મેદાનવાળી છે અને આબોહવા પણ સૂકી અને ગરમ છે. મધ્ય ગુજરાતની હવા પણ સહેજ ચૂકી છે અને પશ્ચિમ ભાગ સિવાય આખો પ્રદેશ નદીઓના કાંપથી ફળદ્રુપ બને છે. દરિયાકાંઠાની સમીપ આવેલ મહી, નર્મદા અને તાપીના વહેણવાળા પ્રદેશ પણ ઘણે રસાળ છે. ગુજરાતની પૂર્વ સરહદ એક ઉચ્ચ પ્રદેશથી બનેલી છે. આથી આ પ્રદેશ ખડકવાળો અને વેરાન છે. સમુદ્રકિનારા અને સંસ્થાત્રિ પર્વતની મધ્યમાં આવેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ અન્ય વિભાગો કરતાં જુદો પડે છે, કારણ કે ત્યાં ભિન્ન કુદરતી રચનાને લઈને ફળાઉ ઝાડે તેમ જ જંગલો પુષ્કળ આવેલાં છે. કચ્છને રણપ્રદેશ વિષમ આબેહવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com