SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મનુષ્યની ખાસીયતને સંપૂર્ણપણે નિયમમાં રાખતાં નથી તે પણ તેઓ મનુષ્યની દરેક પ્રવૃત્તિ, સ્થળસ્થિતિ કે વસવાટ ઉપર પ્રાથમિક અસર કરે છે. કુદરતી કારણે સિવાય રાજકીય કારણે પણ કેટલેક અંશે મનુષ્ય ઉપર અસર કરે છે. દાખલા તરીકે ચીનની રાજકીય અશાતિ અને આંતરવિગ્રહ રાષ્ટ્રની આર્થિક પ્રગતિ કરવામાં ઘણું હરકત કરે છે. વળી કોઈ દેશમાં જુદી જુદી જાતની શોધખોળથી કુદરતી લાભ ન હોય તે પણ પ્રગતિ થઈ શકે છે. છેલ્લા એક સૈકામાં કાપડના ઉદ્યોગને માટે યાંત્રિક સાધનમાં જે શોધખોળ થઈ છે તેમણે ઉદ્યોગનું અજબ પરિવર્તન કર્યું છે. વળી વ્યવહારનાં સાધનમાં જે અર્વાચીન વિકાસ થયો છે તેથી દૂર દૂરના અંધકારમય અને અગમ્ય ગણાતા પ્રદેશ મનુયને રહેવા લાયક સ્થળો થઈ ગયા છે. જેટલે અંશે પ્રતિકૂળ કુદરત સહેલાઈથી સાનુકૂળ થઈ શકે તેટલે અંશે મનુષ્ય તેના પ્રયત્નમાં સફળ થયા છે, તે વાત નિર્વિવાદ છે. છતાં દુનિયામાં મહાન ગરમ રણની સ્થિતિમાં હજુ કંઈ ફેરફાર થયો નથી; કારણ કે અસંખ્ય ખર્ચ કરતાં પણ કુદરત કઈ પણ ઉપાયે સાનુકૂળ થઈ શકે તેમ નથી. આથી ઉલટું દુનિયાનાં મહાન રસાળ મેદાનમાં કે જ્યાં ઘણા ઢેરનો ઉછેર થઈ શકે છે તેમજ અઢળક ધનધાન્ય ઉત્પન્ન થઈ શકે છે ત્યાં અસંખ્ય ખેડુતો અને પરદેશીઓ જઈ વસે છે. વળી આવા મેદાને વ્યવહારોગ્ય હેવાથી વ્યાપાર પણ વૃદ્ધિ પામે છે. કેનેડાના ફળદ્રુપ મેદાનનું (પ્રેયરી) નિકાસસ્થાન વિનિપેગ શહેર દુનિયાનું મોટું વ્યાપારમથક થઈ પડયું છે, કારણ કે તેની સ્થળસ્થિતિ અત્યંત લાભકર્તા છે. કુદરત અથવા આબોહવા મનુષ્ય ઉપર જૂદી જૂદી રીતે અસર કરે છે. મનુષ્યના પોષાક, વસવાટ, ખેરાક, ધંધા, રીવાજો, શારીરિક અને માનસિક ખાસીયતે, શાસનપદ્ધતિ, પરદેશગમન અને ઇતિહાસ, એ ઉપર આબોહવાની ઓછીવત્તી અસર થાય છે. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં કુદરતનું સામ્રાજ્ય ઘણું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy