SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન શ્રી ફાર્બસ ગુજરાતી સભાના વ્યવસ્થાપક મંડળે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનવિષયક ગ્રન્થોને ઉત્તેજન આપવાના સભાના એક વિશેષ ઉદેશને અનુસરીને તે સંબંધી યોજના ઘડવાનું કામ મંડળના સભ્ય રા. પિોપટલાલ ગોવિંદલાલ શાહ, એમ. એ., બી. એસ. સી, ને સેંપી એક પેજના સને ૧૯૩૦ માં તૈયાર કરાવી અને સને ૧૯૩૧ માં તે અનુસાર ગ્રન્થોના પારિતેાષિક, છપામણું વગેરે માટે રૂ. ૨,૦૦૦ સુધી ખર્ચ કરવાનું ઠરાવેલું છે. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાન વિશ્વક પુસ્તકોની સંખ્યા ઘણું જ ઓછી છે, તેથી કોઈ પણ દિશામાં તે વધે, એ ઇષ્ટ છે. તે છતાં ગુજરાત વિષે બધાં વૈજ્ઞાનિક ત એકઠાં કરવાના વિશિષ્ટ હેતુથી, તેમ શ્રી ફાર્બસ ગુજરાતી સભાને ગુજરાતી સાહિત્યને અને સાથે સાથે ગુજરાતને લગતા ઈતિહાસ, વિજ્ઞાન આદિ સાહિત્યના પ્રચારનો આશય લક્ષમાં રાખીને, ગુજરાત સંબંધી જ એવાં પુસતકો તૈયાર કરાવવાનું કાર્ય પ્રથમથી જ ઉપાડવામાં આવેલું છે. તે જ હેતુસર નીચેના વિષયો ઉપર ૧૫૦ થી ૨૦૦ પાનાના જાદા જુદા ગ્રન્થો તૈયાર કરાવવા માટે વિજ્ઞાનપ્રિય લેખકો સાથે પત્રવ્યવહાર ચલાવાયો હતો. (૧) ગુજરાતની ભૌગોલિક રચના-Geography of Gujarat, Physical and Commercial; Geology; Soils; Agriculture. ગુજરાતની ખનીજ અને રાસાયનિક સંપત્તિ-Mineralogy Petrology und Chemical Resources. - () ગુજરાતનાં હવામાન–Meteorology of Gujarat, . (૪) ગુજરાતની વનસ્પતિ-Flora of Gujarat. (૫) ગુજરાતનાં પ્રાણીઓ-Fauna of Gujarat. લે કે દરેક પુસ્તકમાં તે તે વિક્યાં અર્વાચીન દૃષ્ટિએ વિવેચન, ઉપરાંત તે વિષયમાં ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીનાં અન્વેષણોને રસમય: સહ કન, એમ કરાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy