________________
[ ૧૫
આબોહવાનાં મુખ્ય કારણે આબેહવા મુકરર થાય છે. ફક્ત એક જ કારણથી આબોહવાને નિર્ણય થઈ શકતું નથી. વિષુવવૃત્તના માત્ર નજીકપણાથી કે પ્રદેશ અતિશય ગરમ છે એમ માનવું તે ભૂલભરેલું છે. દક્ષિણ અમેરીકાના દડોર વિભાગનું મુખ્ય શહેર યુટો લગભગ વિષુવવૃત્ત ઉપર આવેલું છે, છતાં ત્યાંની આબોહવા એટલી સખત કે ગરમ નથી, કારણ કે તે સમુદ્રની સપાટીથી બહુ ઉચે આવેલું છે. વળી એક જ અક્ષાંશ ઉપર આવેલાં સ્થળાની આબોહવામાં પણ ઘણો ફેર પડે છે. કોઈ સ્થળે એક આહવાનું કારણ પ્રતિકૂળ હોય, પરંતુ બીજા સાનુકૂળ હોય તે એકંદરે આબેહવા માફકસર બને છે. જ્યાં આબેહવાનું એક જ કારણ જોરાવર હોય ત્યાં સામાન્ય રીતે આબેહવામાં ફેરફાર તેનાથી જ થાય છે. વિષુવવૃત્તનું અંતર
કોઈ પણ સ્થળની આબોહવાને આધારે તે સ્થળ વિષુવવૃત્તથી કેટલે દૂર કે નજીક છે તેના ઉપર રહે છે; કારણ કે સૂર્યનાં કિરણ કેટલા અંશને ખૂણે કરીને પૃથ્વી ઉપર આવે છે તેનો નિર્ણય આ અંતરથી થઈ શકે છે. જેમ સૂર્યનાં કિરણો સીધી લીટીમાં પડે તેમ ઉષ્ણુતા વધારે પડે છે. આથી વિષુવવૃત્ત આગળ સૌથી વધારે ગરમી પડે છે અને ધ્રુવ આગળ સૌથી વધારે ઠંડી પડે છે. બને કટિબંધની મધ્યમાં અંતર પ્રમાણે ઓછીવત્તી ગરમી કે ઠંડી પડે છે. જે બીજાં કરણે આબેહવા ઉપર અસર ન કરતાં હોય તો મુખ્યત્વે કરીને તે જગ્યાના અક્ષાંશ અથવા વિષુવવૃત્તનું અંતર હવામાન ઉપર ધણું અસર કરે છે. અમુક કે જળાશયનું અંતર
જે પૃથ્વીનું તળીયું સપાટ જમીનનું અથવા જળનું હેત તો એકજ અંક્ષાશ ઉપર આવેલા પ્રદેશોમાં સરખી ગરમી કે ઠંડી પઠન, પરંતુ પૃથ્વીની રચના આવી નથી. જમીન અને જળાશયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com