SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર [ ૧૯૩ જગ્યાએ જોવામાં આવે છે. નાના પાયા પર ચાલતા ડાંગર ખાંડવાના, ઘઉં દળવાના વગેરે ઉદ્યોગા ઘણાખરા નાનાં કે મોટાં શહેરમાં આવેલા છે. એક એ અપવાદ સિવાય ખાંડ બનાવવાના ઉદ્યોગ કે સીગારેટ બનાવવાનાં કારખાનાં હજી ગુજરાતમાં સ્થાપવામાં આવ્યાં નથી. આ વિભાગમાં આવેલા ખરડા, ચોટીલા, શેત્રુંજો વગેરે નાના ડુંગરા ધાસનાં બીડાથી છવાયેલા છે કે જ્યાં દ્વારઉછેરના ધંધા સારા ચાલે છે. પશ્ચિમ સરહદના પર્વ તે, ગિરનાર અને ગીરના ડુંગરા ઈમારતી ઝાડાથી ભરપૂર છે અને તે લાકડાની નિકાશ ઘણી થાય છે. દક્ષિણ ગુજરાત તરફ ફળાઉ ઝાડા સારા પ્રમાણમાં ઉગે છે, પણ હજી આ ઉદ્યોગ જોઇએ તેટલા ખીલ્યા નથી. જ ંગલી વૃક્ષેાની પેદાશમાંથી ઘણા ઉદ્યોગા અને ખાસ કરીને કાગળ બનાવવાના ઉદ્યોગસ્થાપી શકાય એમ છે, પણ તે દિશામાં કંઈ તપાસ થઈ નથી. ગુજરાતમાં જૂદાં જૂદાં પ્રાણીએ જોવામાં આવે છે, પણ ખાસ કરીને ઢારાનું પ્રમાણ વધારે છે. ઉત્તર તરફના વઢીયાર બળદ, ડાંગ તરના ડાંગી બળદ અને કાઠીયાવાડના ગીર બળદ ખેતી માટે ઉત્તમ ગણાય છે. ગીરની ભેંસે પ્રમાણમાં વધારે દૂધ આપતી હાવાથી તેની બહાર નિકાશ માય છે. તે ઉપરાંત કચ્છમાં ઘેાડા સારા ઉછરે છે અને ગીરમાં સિંહ જોવામાં આવે છે. પ્રાણીઓની પેદાશને લગા રેશમી કે ઉનના કાપડ બનાવવાના ઉદ્યોગ કે ચામડાનેા તૈયાર માલ બનાવવાને ઉદ્યોગ હજી ગુજરાતમાં મેાટા પાયા પર સ્થાપવામાં આવ્યા નથી. વળી ચરાતરમાં તે જાફરાબાદમાં માખણ બનાવવાના ઉદ્યોગ માટા પાયા પર સ્થાપી શકાય એમ છે, પણ તે તરફ જોઇએ તેટલું ધ્યાન અપાયું નથી. ગુજરાતની મુખ્ય ખનીજસંપત્તિ મીઠું અને ઈમારતી પત્થર છે. તે સિવાય સીસું, લોખંડ, ફટકડી અને અબરખ પણ જૂદી જૂદી જગ્યાએથી મળી આવે છે. આ સર્વ ખનીજોને ઉપયેાગ સ્થાનિક ઉદ્યોગામાં નહીં થતા હેાવાથી તેમની નિકાસ થાય છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ ખનીજમિશ્રિત ઉના પાણીના ઝરા છે, પણ તેમના ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy