SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન સમયને વ્યવહાર [ ૧૭૫ બંધાઈ, અને ઈ. સ. ૧૯૦૩માં અમદાવાદથી ધોળકા રેલ્વે થઈ પહેલી શાખાથી કાઠીયાવાડના વ્યાપારને વધવાની તક મળી, અને બીજીથી અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાને વ્યવહાર વધવા લાગ્યો. અમદાવાદ ધોળકા રેવે ઈ. સ. ૧૯૨૨ ના જુલાઈ સુધી બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેની શાખા હતી; પણ ત્યાર પછી સરકારે ખરીદી લીધેલી, જો કે તેને વહીવટ બી. બી. એન્ડ સી. આઇ રેલ્વે જ કરે છે. ઈ. સ. ૧૯૨૫માં ધોળકાથી ધંધુકા સુધી રેલ્વે થવાથી અમદાવાદથી ધંધુકા થઈને કાઠીયાવાડમાં જવાને બીજે રસ્તે ખુલ્લું મૂકાયો. ભાલ પ્રદેશના કપાસ અને ઘઉંની પેદાશની નિકાસ માટે આ વ્યવહાર બહુ જ સગવડવાળો થયો છે. વીરમગામથી વઢવાણ થઇને કાઠીયાવાડમાં જવાય છે, પણ ખાસ કરીને ભાવનગર રાજ્યને અમદાવાદ-ધંધુકા રેવેથી ફાયદો થયો છે. વિરમગામથી વઢવાણ–શાખા ઇ. સ. ૧૮૭૨ માં તૈયાર થઈ હતી, પણ તે વખતે પહોળા પાટાની રેલ્વે હતી. ઈ. સ. ૧૯૦૨ માં તે મધ્યમ પાટાની રેલ્વે થઈ. ગુજરાતમાં આવેલી આ મધ્યમ પાટાની શાખાઓ બી. બી. એન્ડ સી. આઈ રેલ્વેના તાબામાં કે વહીવટ નીચે છે. તે ઉપરાંત સાંકડા પાટાની રેવે આશરે ૭ર માઇલ લંબાઈની છે. ઈ. સ. ૧૯૧૪માં ભરૂચથી જંબુસર રેલ્વે થઈ, અને ઇ. સ. ૧૯૨૯-૩૦ માં જંબુસરથી કાવીને સામણું દેહજ શાખાઓ થઈ. ઈ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેવેની એકંદર આવક આશરે રૂા. ૨ લાખ હતી. આ રેલ્વે ભરૂચ જીલ્લાના કપાસવાળા પ્રદેશને જોડે છે, તેથી વ્યાપાર સારા ચાલે છે; પણ મેટરની હરીફાઈથી વ્યવહારને નુકશાન થયું છે અને પરીણામે રેહવે સત્તાએ ત્યાં ચાંપતાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.' ? History of Indian Railways, (1931-32) p 40. p. 40. p. 61. 8 Rgports of Railwny Board on Indian Railwayı, (1927-28;p. 43; and (1999-30), pp. 88–89. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૨ "
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy