________________
વ્યાપાર અને વ્યવહાર
(૪) મરાઠી રાજ્યને સમય (અશાન્તિના કાળ )
દ. સ. ૧૭૦૭ માં મેગલ સામ્રાજ્યના પરાક્રમી બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી તે રાજ્યની પડતી બેઠી. ત્યાર પછીના લગભગ આખી સદીને! કાળ મેાગલ રાજ્યના છેલ્લા રાજાએ નબળા હોવાથી ને મરાઠાએની ચઢાઇએ માં અશાન્તિ અને અવ્યવસ્થામાં ગયા. કુદરતી રીતે આ સમયમાં ગુજરાતના, બલ્કે આખા ભારતવર્ષના વ્યાપાર ઉદ્યોગને ઘણું નુકસાન થયું. શ્રી. ખુલ્લાલચંદ શાહ કહે છે તેમ મેગલ રાજ્યની સંપૂર્ણ રાજકીય વ્યવસ્થાની પડતી પછી (૧૭૦૭) જો રજપૂતાનું કે મરાઠાનું કે પરદેશી પ્રજાનું રાજ્ય તરત જ સ્થાપવામાં આવ્યું હોત તે। જે વ્યાપારઉદ્યોગને નુકશાન થયું તે થવા પામ્યું હત નહીં.૧ આખા દેશમાં જ નહીં, પણ દેશની બહાર પણ યુરેાપીયન અને આરએ વચ્ચે અને યુરોપીયનામાં માંહેામાંહે દરીઆઈ વ્યાપારની હરીફાઈને લીધે દેશને દરીયાઈ વ્યાપાર સહીસલામત ન હતેા. આ જ અરસામાં ખંભાત આગળ દરીયા પૂરાઈ જવાથી સુરત દરીયાઇ વ્યાપારનું મથક થયું. આથી અમદાવાદના કેટલાક વ્યાપારીઓએ સુરતમાં પેઢીઓ સ્થાપી. આ અશાન્તિના સમયમાં જાનમાલના ભય વધતા ગયા તે વ્યાપાર સાચાઇને શહેરામાં આવ્યા; પણ શહેરામાં ઉલટુ દાણુના ત્રાસ વધ્યા. વ્યાપારના માર્ગો ઉપર ઠેરઠેર દાણની ચાકીએ ખેડી. ઈ. સ. ૧૭૫૫ માં પેશ્વા અને ગાયકવાડે અમદાવાદ શહેરને વહેંચી લીધું, ત્યાર પછી વસ્તુસ્થિતિ વધારે બગડી.૨ દરેક સત્તા પ્રશ્ન પાસેથી ગમે તેમ કરીને પૈસા કઢાવતી. અપ્રામાણિકપણાને ઉત્તેજન મળ્યું. જકાત અને કરવેરા એટલા બધા વધી ગયા કે માલની કાચી અવસ્થાથી તૈયાર માલ બંદરે પહોંચે ત્યાં સુધી ઘણી વાર વેરા લેવાતા. ફક્ત ૧. K T. Shah, Trade, Transport & Tariff in India,
[ ૧૩
p. 48.
૨. Ahmedabad Gazetteer, Vol. 1V., B. P. (1879).,
p. 89.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com