________________
૧૨૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રાચીન સમયના પ્રભાસ, માંગરોળ, દીવ, ઘોઘા, પોરબંદર વગેરે બંદરે હિન્દુ રાજ્યના અંત સુધી પોતાની જાહોજલાલી જાળવી રહ્યાં હતાં. મુખ્ય રાજધાનીથી વ્યાપારમાં આગળ વધેલાં શહેરો સુધીના ધારી રસ્તા સિવાય વ્યવહારના ભાગોં કોઈ ન હતા. આ રસ્તાના ભાગે ગાડામાં કે વણજારાની પેઠે ઉપર માલ દરીયાકિનારે આવતે અને ત્યાંથી વહાણોમાં અરબસ્તાન, ઇરાન, ઈજીપ્ત ને દક્ષિણમાં મલબાર સુધી નિકાશ માટે લઈ જવામાં આવતું. સોલંકી વંશમાં વ્યાપારી પ્રજાને સારૂ માન મળતું અને ઘણાખરા સેલંકી -રાજાના પ્રધાને પણ મોટા વ્યાપારી અને શરાફ હતા. સિદ્ધપુરનું સહસ્ત્રલિંગ તળાવ શ્રીમંત વ્યાપારીની અસર મદદથી જ પૂરું થયેલું એમ કહેવાય છે.૧ આવા શ્રીમંત ને મુત્સદ્દી અમા રાજાઓને ઘણી વાર અણીને વખતે મદદ કરતા, તેમજ પ્રાંતીય વ્યાપારઉદ્યોગને ઉત્તેજન આપવાનું ચૂકતા નહીં. વ્યાપારની પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપારની વ્યવસ્થા પણ તે વખતે ઘણું સારી હતી. શ્રી. અલેકર જણાવે છે કે “દરેક શહેરમાં વ્યાપાર ને ઉદ્યોગને માટે જુદાં જુદાં મંડળો હતાં. દરેક આવા મંડળનો ઉપરી શ્રેષ્ઠી કહેવાતો. દરેક મંડળને પિતાના કાયદા, રક્ષણને માટે પિતાનું લશ્કર અને તેના સભ્યોને નાણાં ધીરવા માટે પોતાની શરાફી પેઢીઓ હતી. આવાં મંડળે પિતાની થાપણ તથા ધર્માદાની મિલ્કતની વ્યવસ્થા કરતાં ને ટુંકામાં પિતાના વ્યાપાર કે ઉદ્યોગના હિત માટે તત્પર રહેતાં. (૨) બાદશાહી રાજ્યને સમય
તેરમી સદીના અંતમાં અણહિલવાડ પાટણ ભારતવર્ષનાં પ્રધાન નગરમાં અગ્ર સ્થાને હતું. એ વખતે ગુજરાતનું સ્વતંત્ર હિન્દુ રાજ્ય નાશ પામ્યું અને એને છેલ્લે મહારાજા કર્ણદેવ નાસીને દક્ષિણમાં ગયે. એ પછી એક સદી સુધી દિલ્હીના મુસલમાન
2-2 Alteker, Ancient Cities in Gujarat, p. 53. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com