________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૧૯
ઈ. સ. ૩ જી સદીમાં ભરૂચ દક્ષિણ અરબસ્તાન, ઈજીપ્ત, ને ઇરાનના અખાત સાથે વ્યાપારથી જોડાયેલું હતું. ત્યાં આગળ અરબસ્તાન ને ઈજીપ્તમાંથી સોનું, ચાંદી, પીત્તળ, જસત, કાચ, પરવાળાં, દારૂ, અત્તર, કાપડ વગેરે આવતાં, અને ઈરાનમાંથી ગુલામો, સનું, મેતી, ખજુર, દારૂ, કાપડ, હીરા, માણેક, અત્તર, રેશમી કાપડ, ને હાથીદાંત આવતાં. ભરૂચથી અરબસ્તાન ને ઈજીપ્તમાં એલચી, ચેખા, માખણ, તેલ, રૂ, ખાંડ, મલમલ વગેરે માલ જતો અને ઇરાનમાં પીત્તળ, પ્રાણીની પેદાશ, શીંગડા, સુખડ વગેરે માલ જ.૧ કર્પટવાણિજ્ય અથવા અર્વાચીન કપડવંજ ૯ મી સદીમાં મધ્ય હિન્દ ને દરીયા કીનારાના વ્યાપારના માર્ગમાં આવેલું હોવાથી જમીનમાર્ગના વ્યાપારનું કેન્દ્રસ્થાન હતું. આશરે ૧૨ થી ૧૩ મી સદીમાં તે નગર વ્યાપાર માટે અગત્યનું સ્થળ થયું હતું.'
વ્યાપારનાં લક્ષણે
પ્રાચીન કાળના વ્યાપાર વિષે જે કે આપણને ચોક્કસ વિગતે મળી શકતી નથી, તે પણ તે વખતના વ્યાપારની આબાદીનાં વર્ણને ઉપરથી માલમ પડે છે કે તે આબાદીનું મુખ્ય કારણ આયાત કરતાં નિકાશને વધારે એ હતું. વળી આ નિકાશમાં હુન્નરઉદ્યોગની બનાવટો વધારે પ્રમાણમાં જતી. આ કારણને લઈને દૂરના યુરોપીયન દેશમાંથી દરવર્ષે ભારતવર્ષમાં ઘણું જ સેનું આવતું. ગુજરાત કે જે તે વખતે પણ વ્યાપારપ્રવૃત્તિમાં આગળ હતું. પણ સોનું વધારે પ્રમાણમાં આવતું હોવું જોઇએ. ગુજરાતનાં સુતરાઉ ને રેશમી કાપડ સેનાના મૂલ્ય વેચાતાં, એમ મુસાફરે. લખે છે તે વાત ખરી હોવી જોઈએ. ગુજરાતમાં ખોરાક ને
૧. Broach Gazetteer, Vol. II. B. P. (187), p. 48.
2. Altekar, Op Cit., p. 17. 3. K. T. Shah; Trade Tariffs & Transport, pp. 20–21. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com