________________
વ્યાપાર અને વ્યવહારનુ સામાન્ય અવલાકન
[ ૧૧૫
માટે અનુક્રમે કાલખા, પીનાંગ, સીંગાપુર અને હોંગકાંગ આગળ નૌકાસૈન્ય રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત આગમાટે કાલસા, ખનીજ તેલ વગેરે લેવા માટે ઉપયુક્ત સ્થળેાએ અટકે છે, એટલે તે દરીયાઇ વ્યવહારનાં અનિવાય અગો મનાય છે.
'
રેલ્વે, મેટર, આગોટ અને વિમાન હાલ મુખ્યત્વે કરીને અર્વાચીન વ્યવહારનાં સાધના છે, પણ તાર અને ટપાલનાં સાધન વ્યાપાર માટે ઘણા જરૂરનાં છે. તેએએ આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં અજખ પવિતન કર્યું છે. પશ્ચિમના પ્રગતિમાન દેશેશમાં તાર અને ટપાલની પૂરતી સગવડ છે એટલું જ નહી પણ · વાયરલેસ ’ અને ટેલીફોન ” નો વપરાશ દિવસે દિવસે વધતા જાય છે. તાજેતરમાં ટેલીફેનના' ઉપયોગ લાંબા અંતરમાં પણુ વધતા જાય છે અને વ્યાપારી લોકો તેને લાભ લેવા લાગ્યા છે. વૈજ્ઞાનિક શેાધેને લઈને ભવિષ્યમાં તારની જેમ ‘ટેલીફેશન' ના પણ લાંબા અંતરમાં વપરાશ વધશે, એમ મનાય છે.
"
છેવટમાં વ્યાપારી ભાષા પણ વ્યવહારમાં ઘણા ભાગ ભજવે છે. જો કે બ્રિટિશ સામ્રાજ્યના પુષ્કળ વિસ્તાર અને બ્રિટિશ વહાણવટાના ઘણા ઉપયેાગથી હાલ અંગ્રેજી ભાષાને વ્યાપારી ભાષા તરીકે ઘણા ઉપયેગ થાય છે, પણ આખી દુનિયામાં તે વપરાતી નથી. ઉષ્ણ કટિબંધમાં આવેલા દેશમાં સ્પેનીશ ભાષા અને ઉત્તર આફ્રિકામાં અરબી ભાષાને પણ વ્યાપારી ભાષા તરીકે ઉપયાગ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com